ડુબતી કરિયરને બચાવવા ઐશ્વર્યાએ લીધો મોટો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-17 14:53:14
  • Views : 605
  • Modified Date : 2019-05-17 14:54:35

બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન આમ તો ટોચની હિરોઇન ગણાય છે પણ એના ખાતામાં વર્ષોથી કોઈ હિટ ફિલ્મ નથી આવી. આ સંજોગોમાં હવે ઐશ્વર્યા પોતાની ડુબી રહેલી કરિયરને બચાવવા માટે કમર કસી છે. મળતી માહિતી પ્રમાણે તે હવે ફિલ્મમેકર મણિ રત્નમની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાઉથના સુપરસ્ટાર મોહનબાબુ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રોલ નેગેટિવ અને લાલચુ યુવતીનો છે.‘રાવણ’, ‘રગાસિયમ’, ‘ગુરુ’ અને ‘ઈરુવર’ જેવી મણિરત્નમની ફિલ્મમાં કામ કરી ચૂકેલી બચ્ચન બહુ ફરી એક વખત ‘પન્નીની સેલ્વમ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને મણિરત્ન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે લીડરોલ કરી રહી છે પણ તે નેગેટિવ રોલમાં જોવા મળશે. ‘પોન્નીની સેલ્વમ’ ફિલ્મ ઐતિહાસીક ડ્રામા છે. જેમાં દસમી સદીના કોઈ ચોલ રાજાની વાર્તા છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ચોલ રાજા તમામ મુશ્કેલીઓનો સામનો કરીને સમ્રાટ બને છે.આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન પરિયા પઝુવેત્તારય્યરની પત્નીના રોલમાં જોવા મળશે. જેણે ચોલ સામ્રાજ્યના ચાંસેલર અને કોષાધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. નંદિની એક મિસ્ટિરિયર વુમન છે. જે પતિ સાથે મળીને ચોલ સામ્રાજ્યનો અંત કરવા પ્લાનિંગ શરુ કરે છે. આમ, તે બદલો લઈ રહી છે. આ એક રિબેલ સ્ટોરી છે. એશ્વર્યા રાય સાથે મોહનબાબુ જોવા મળશે. જોકે, આ પહેલા પણ એશ કોઈ નેગેટિવ રોલ પ્લે કરી ચૂકી છે. આ પહેલા વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘ખાખી’ અને વર્ષ 2006માં આવેલી ફિલ્મ ‘ધુમ-2’માં નેગેટિવ રોલ પ્લે કરી ચૂકી છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118