દ્રૌપદી મુર્મુએ 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ સંસદમાં શપથગ્રહણ કરાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-25 12:00:05
  • Views : 259
  • Modified Date : 2022-07-25 12:00:05


દ્રૌપદી મુર્મુએ 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ સંસદમાં શપથગ્રહણ કરાવ્યા


દ્રૌપદી મુર્મૂ(64વર્ષ)એ 25 જુલાઈના રોજ એટલે સોમવારના રોજ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેઓ દેશની પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા.મુર્મુ ઓડિશાના રહેવાસી છે. આ પહેલા તેઓ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.


 રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુને 21 તોપની સલામી આપવામાં આવી


રાષ્ટ્રપતિ પદના શપથ પહેલા દ્વૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં રામનાથ કોંવિદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ. રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુને 21 તોપની સલામી આપવામાં આવી હતી.


૨૦ જૂન,૧૯૫૮ના રોજ આેડિશાના બાઈદાપોસી ગામે જન્મ


પિતાનું નામ બિરાંચી નારાયણ


આેડિશાના મયૂરભંજના રહેવાસી


આેડિશાના રાયરંગપુર ખાતેથી ધારાસભ્ય રહ્યા


રાજ્યપાલ બનનારા પહેલા આેડિયા મહિલા


સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા


સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા તેમને સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા. આ પ્રસંગે પીએમ મોદી, સહિત તમામ પક્ષના નેતાઓ હાજર રહ્યા.. શપથગ્રણહ સમારોહ બાદ દ્રૌપદી મુર્મુએ જણાવ્યુ કે,  ભારતમાં ગરીબ સપના પણ જોવે છે અને પૂર્ણ પણ કરી શકે છે.  તમામ લોકોના પ્રયાસથી આપણો દેશ આગળ વધી રહ્યો છે. 


 


Download Our B K News Today App



Related News