ડિરેક્ટર શચીન્દ્ર વત્સે કહ્યું, પૌરષપુરમાં ગ્રે શેડ રોલ કરવા માટે અન્નુ કપૂરને મનાવવા સરળ ન હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 13:32:26
  • Views : 328
  • Modified Date : 2020-12-26 13:32:26

    પિરિયડ સ્ટોરી પર આધારિત વેબસિરીઝ પૌરષપુર 29 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ સિરીઝનું ટ્રેલર રિલીઝ થતા જ બધાનું ધ્યાન ખેંચ્યું છે અન્નુ કપૂરે. તે રાજા ભદ્રપ્રતાપના રોલમાં છે, જેના રાજ્યની સ્ત્રીઓનું શોષણ થાય છે. સિરીઝના ડિરેક્ટર શચીન્દ્ર વત્સે અન્નુ કપૂરને કાસ્ટ કરવા બાબતે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે વિલાસી રાજાના રોલ માટે અન્નુ કપૂરને મનાવવા સરળ કામ ન હતું.શચીન્દ્રે આગળ કહ્યું કે, કોમેડી હોય, ડ્રામા હોય કે ગ્રે શેડ્સવાળા રોલ હોય, અન્નુજીએ દરેક રોલને શાનદાર રીતે નિભાવ્યો છે. દશકોથી ફેલાયેલા કામના તેમના અનુકરણીય કામ અને કેરેકટર્સની વિવિધતાને જોઈને કોઈ એક રોલ અન્નુજીને સમજાવવો સરળ નથી હોતો. જ્યારે પૌરષપુરની વાત આવે છે, તો હું માત્ર એટલું જ કહી શકું કે મને આટલા ગ્રેટ એક્ટર સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું.

    શચીન્દ્રે જણાવ્યું કે રાજા ભદ્રપ્રતાપ ગ્રે શેડવાળું કેરેક્ટર છે પણ સત્તા મેળવીને મદહોશ થઇ ગયેલા રાજાના રોલને અન્નુજીએ પૂરતો ન્યાય આપ્યો છે. તેમણે ભદ્રપ્રતાપને સહજતાથી પોટ્રેટ કર્યા છે. તમે તેમને કોઈપણ રોલ આપી દો, તે એકદમ સરસ રીતે તેને નિભાવે છે. હું તેમનો ઘણો મોટો ફેન છું અને મને ભરોસો છે કે દરેકને આવનારા ઘણા વર્ષો સુધી પૌરષપુરનો તેમનો રોલ યાદ રહેશે.

    પૌરષપુર રાજ્યના શાસક તરીકે ભદ્રપ્રતાપ પિતૃસત્તાને પ્રોત્સાહન આપે છે જેનાથી તેની રાજ્યની મહિલાઓનું શોષણ થાય છે. પિરિયડ ડ્રામા સિરીઝમાં શિલ્પા શિંદે, મિલિન્દ સોમણ, સાહિલ સલાથિયા, અનંત વિજય જોશી, શહીર શેખ, પોલોમી દાસ, ફ્લોરા સૈની, આદિત્ય લાલ પણ છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138