ચૂંટણી પૂરી થતા જ સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 13:22:24
  • Views : 427
  • Modified Date : 2019-05-21 13:22:24

19 મેના રોજ લોકસભા ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન ખત્મ થયા બાદથી સતત બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતાં ઉછાળો જોવા મળ્યો છે. આજે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ પર પાંચ પૈસા અને ડીઝલ પર 9 પૈસાનો વધારો ઝીંક્યો છે. આ સાથે જ દિલ્હીમાં ડીઝલની કિંમત 66 રૂપિયા 20 પૈસા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. જ્યારે પેટ્રોલ 71.17 પૈસા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.ગુજરાતની વાત કરીએ તો ભાવ વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 68.59 અને ડીઝલની કિંમત 69.20 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 70.30 અને ડીઝલ 70.15, વડોદરામાં પેટ્રોલ 69.11 અને ડીઝલ 69.76 અને સુરતમાં પેટ્રોલ 68.57 રૂપિયા અને ડીઝલ 69.18 રૂપિયા પ્રિત લિટર પહોંચી ગયું છે.

Download Our B K News Today App



Related News