ધોનીને લઇને નિર્ણય મારા એકલાનો ન હતો': ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-02 18:07:11
  • Views : 565
  • Modified Date : 2019-08-02 18:07:11

જોકે આ સવાલોમાં મુખ્ય એક સવાલ છે કે જ્યારે મેચ દરમિયાન વિકેટ સતત પડી રહી હતી ત્યારે ધોનીને ચાર કે પાંચમા નંબર પર બેટિંગ કરવા ના  મોકલવાની જગ્યાએ સાત નંબર પર કેમ મોકલ્યો? આ સવાલને લઇને ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરે જવાબ આપ્યો છે.સંજય બાંગરે હક્યુ કે, ''ટીમમાં હું એકલો નિર્ણય નથી લેતો, તમામ લોકોની સહમતિથી લેવાનો હોય છે.  હાં, અમે નક્કી કર્યું હતું કે, મિડલ ઓર્ડરની બેટિંગ દ્વારા 30થી 40 ઓવરની અંદર વધુમાં વધુ રન બનાવીશું.''કોચ બાંગરે આગળ કહ્યુ કે,  ''સેમીફાઈનલમાં ટાર્ગેટ હાંસિલ કર્યા પહેલા જ અમે શરૂઆતની 30-40 મિનીટમાં ત્રણ મહત્વની વિકેટને ગુમાવી દીધી હતી, પરંતુ ટીમે મેચની છેલ્લી ઘડી સુધી સંઘર્ષ કર્યો હતો. મહત્વનું છે કે જો ધોનીએ સારા એવા રન બનાવી લીધા હોત, તો મેચમાં જીત પાક્કી હતી.''તેમણે આગળ કહ્યુ કે, ''વિરાટે સેમિફાઇનલ પછી પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, અફધાનિસ્તાન વિરુદ્ઘ મેચના પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધોનીને પાછળથી મોકલવામાં આવે, ત્યાં સુધી તેણે પાંચમા સ્થાન પર બેટિંગ કરી હતી. જોકે ધોની ડેથ ઓવર્સમાં સારા રન કરી શકે છે અને પોતાના અનુભવને ધ્યાનમાં રાખીને બેટિંગ કરે છે. તેથી તેમને સેમીફાઈનલમાં 7માં નંબરે બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જે ટીમની સહમતિથી લેવાયેલો નિર્ણય હતો.સેમિફાઇનલમાં મળેલી હાર પછી ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ''ટીમ ઇચ્છતી હતી કે ધોનીને નીચલા ક્રમે બેટિંગ કરે અને તેની ફેનીશીંગનો ફાયદો ઉઠાવીને મેચમાં અદ્ભુત ફોર્મ કરીને ટીમને જીત અપાવે. જો અમે આવુ ના કરતા તો ધોનીની ફિનીશીંગ ક્ષમતા સાથે ન્યાય ન કરી શકત.''

Download Our B K News Today App



Related News