ધોની પણ રેલવેમાં ટીટીઈ, આ ખેલાડી પણ છે ટીટીઈ, દુશ્મનોને ચટાવી રહ્યો છે ધૂળ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-29 15:46:57
  • Views : 107
  • Modified Date : 2023-11-29 15:46:57

પ્રો કબડ્ડી લીગના દરેક સિઝનમાં કેટલાક નવા સ્ટાર્સ ઉભરી રહ્યાં છે. જ્યારે ઘણાને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે, ત્યારે કેટલાક નવા ચહેરાઓએ કેટલાક અદભૂત પ્રદર્શનથી ફેન્સની દિલ જીતી લેય છે. એવું જ એક નામ છે પવન કુમાર સેહરાવતનું. આજે પવન સેહરાવત PKLમાં ટોચના નામોમાં સામેલ છે. તેમની લાક્ષણિકતા લાંબી પહોંચ સાથે ડિફેન્ડર્સને આશ્ચર્યચકિત કરવાની તેમની ક્ષમતા, અને તેનો સિગ્નેચર રનિંગ હેન્ડ ટચ માટે તે ફેમસ છે. પવન 27 વર્ષનો ધુરંધર પ્લેયર છે આટલી નાની ઉંમરે પવન ભારતીય કબડ્ડીના ટોચના ખેલાડીઓમાંનો એક છે; ત્યારે પવન હાલમાં PKL સિઝન 10મી માટે તેલુગુ ટાઇટન્સમાં છે.પણ પવન કુમારને કબડ્ડીમાં રસ કેવી રીતે જાગ્યો તેમજ તેના પરિવારમાં કોણ છે અને પવન કબડ્ડી સિવાય બીજુ શું કરે છે ચાલો જાણીએ.પવન કુમાર સેહરાવતનો જન્મ 9 જુલાઈ 1996ના રોજ દિલ્હી શહેરમાં થયો હતો અને તેણે 12 વર્ષની ઉંમરે કબડ્ડી રમવાની શરૂઆત કરી હતી. તેણે આ અંગે કહ્યું છે કે “હું એક બાળક તરીકે એકદમ હેલ્દી હતો, અને તે ખૂબ જ સ્વાભાવિક હતું કે હું પાતળા બાળકો સામે સારો દેખાવ કરી શકીશ. પવને કહ્યું હતુ કે " હું નવમા ધોરણમાં આવ્યો ત્યા સુધી કબડ્ડીને મેં ગંભીરતાથી રમવાનું વિચાર્યું ન હતું. મારા પરિવારમાં કોઈએ આ રમત રમી નથી, તેથી મેં તેને કારકિર્દી તરીકે વિચાર્યું ન હતું." પવન પ્રથમ વખત સ્કૂલ નેશનલમાં રમ્યો હતો. અને પછી ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં.2015માં પવન ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં હતો. રણધીર સિંહે નોર્ધન રેલ્વેના ટ્રાયલ્સમાં તે સમયના 18 વર્ષના રેડર એટલે કે પવન કુમારને રમતા જોયો અને નોર્ધન રેલ્વેના ટ્રાયલ્સમાં જોયો અને તેને રેલવેમાં નોકરીની ઓફર કરી. એક વર્ષની અંદર, તેને બેંગલુરુ સ્થિત PKL ફ્રેન્ચાઈઝી દ્વારા સાઈન કરવામાં આવ્યો. પવનની માતા ઈચ્છતી હતી કે તે અભ્યાસમાં વધુ ધ્યાન આપે. “તે ઈચ્છતી હતી કે હું સારો અભ્યાસ કરું. પણ મને ભણવામાં એટલો રસ ન હતો. આ ઉપરાંત, મને વધારે મહેનત કરવાનું પસંદ નથી. હું શાળામાં કબડ્ડી રમતો હતો,”પવનને 18 વર્ષની ઉંમરે જવાબદારી લેવી પડી હતી. તેમના પિતાની પ્લાસ્ટિક રિસાયક્લિંગ ફેક્ટરી બંધ થઈ ગઈ, જેના કારણે પરિવારનું ગુજરાન નાની કરિયાણાની દુકાનમાંથી મળેલી કમાણી પર ઘર ચાલતુ. પવને બાદમાં કબડ્ડીને કારણે ભારતીય રેલ્વેમાં TTE તરીકે નોકરી મળી ત્યારે તેણે કોલેજ છોડી દીધી. એકવાર તેની આર્થિક મુશ્કેલીઓનો અંત આવ્યો, પવને દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું.હાલ પવન કબડ્ડીની સાથે સિનિયર્સમાં ભારતીય રેલ્વેનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેણે વર્ષોથી ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે. તે થોડા વર્ષો પહેલા ડિફેન્ડર તરીકે રમી રહ્યો હતો. તેણે રેલવેની ટીમમાં જ રેઈડરની નવી ભૂમિકા ભજવી હતી. પવન ત્યાં તેના પ્રદર્શનથી પ્રભાવશાળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News