ધર્મેન્દ્રએ ફરી એકવાર ખેડૂતોનો પક્ષ લઈ કહ્યું, ‘આજે મારા ભાઈઓને ન્યાય મળી જાય, દિલથી વિનંતી કરું છું’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 12:33:42
  • Views : 381
  • Modified Date : 2021-01-04 12:33:42

    કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 40મો અને મહત્ત્વનો દિવસ છે. આજે બપોરે 2 વાગ્યે ખેડૂત અને સરકારની આઠમા રાઉન્ડની વાતચીત થવાની છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું, આજે મારા ભાઈઓને ન્યાય મળી જાય, દિલથી વિનંતી કરું છું. દરેક આત્માને રાહત મળી જશે.સરકારને આશા છે કે આજે આંદોલન પૂરું થઈ શકે છે. તો બીજી તરફ ખેડૂત સંગઠને કહ્યું, સરકારે અમારી માગ ના માની તો પ્રદર્શન વધુ ઝડપી બનશે. ખેડૂતનેતા મનજિત સિંહ રાયે કહ્યું હતું કે વાતચીતનું કોઈ પરિણામ નહિ આવે તો 13 જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગાવી લોહરી ઊજવીશું.આની પહેલાં ધર્મેન્દ્રએ ખેડૂતોના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી છે. તેમણે એક પોસ્ટ શેર કરી લખ્યું હતું, ‘હું આજે ખેડૂત ભાઈઓને જોઈને ઘણો દુ:ખી છું. સરકારે ઝડપથી આ વાતનું નિરાકરણ લાવવું જોઈએ. આની પહેલાં લખ્યું હતું, સરકારને પ્રાર્થના કરું છું કે ખેડૂત ભાઈઓની તકલીફનું કોઈ સોલ્યુશન શોધે. કોરોનાના કેસ દિલ્હીમાં વધી રહ્યા છે.’

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138