દિવ્યા ભટનાગરના પતિ ગગન ગબરુ પર દેવોલિના ભડકી, કહ્યું- હું ત્યાં સુધી નહીં અટકું, જ્યાં સુધી તેને જેલ નહીં પહોંચાડી દઉં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 11:45:43
  • Views : 367
  • Modified Date : 2020-12-19 11:45:43

    દિવ્યા ભટનાગરના મૃત્યુ બાદથી જ દેવોલિના ભટ્ટાચાર્જી એક્ટ્રેસ માટે ન્યાય માગી રહી છે. દેવોલિનાનું કહેવું છે કે દિવ્યાનું મૃત્યુ જરૂર કોરોનાને કારણે થયું છે પણ આ વાતને ભૂલી ન શકાય કે એક્ટ્રેસના પતિ ગગન ગબરુએ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો દેવોલિનાએ હાલમાં જ કહ્યું કે, તે ત્યાં સુધી નહીં અટકે જ્યાં સુધી ગગનને સજા નથી મળી જતી. આ વાતને જરાપણ ન ભૂલી શકાય કે કઈ રીતે પતિ ગગનને કારણે દિવ્યાને માનસિક અને શારીરિક પીડા ભોગવવી પડી હતી. જો ગગનને સજા નહીં મળી તો તે આગળ વધુ લોકોની જિંદગી ખરાબ કરશે.દેવોલિનાએ આગળ કહ્યું કે, 'દેહરાદૂનમાં તેના પર ઓલરેડી છેડતી અને રેપનો કેસ ચાલી રહ્યો છે. તેને 6 મહિના જેલ પણ થઇ ગઈ છે. તેને માત્ર દિવ્યાના ફેમ અને પૈસાનો ઉપયોગ કર્યો છે. દિવ્યા તેના માટે માત્ર દેહરાદૂનથી ભાગવાનું એક માધ્યમ હતી. તેણે ક્યારેય દિવ્યાને પ્રેમ કર્યો જ નથી. હું ત્યાં સુધી નહીં અટકું, જ્યાં સુધી હું તેને જેલ નથી પહોંચાડી દેતી.'

    ટીવી શો 'સંવારે સબકે સપને પ્રિતો' દરમ્યાન દેવોલિના અને દિવ્યા સારા મિત્રો બની ગયા હતા. મિત્રના મૃત્યુથી દુઃખી દેવોલિનાએ ગગનને એક્સપોઝ કરતા સોશિયલ મીડિયા પર ચેટ, ઓડિયો નોટ્સ અને દિવ્યાના પરિવાર દ્વારા ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ગગન વિરુદ્ધ ફાઈલ કરેલી ફરિયાદની કોપી પણ શેર કરી.દેવોલિનાએ ઇન્ડસ્ટ્રી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'મને દુઃખ છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ દિવ્યાને ન્યાય અપાવવા માટે આગળ આવવા નથી ઇચ્છતું. હું ઘણા લોકોને ઓળખું છું જેમનું કહેવું છે કે જો અમે આ વાતમાં પડશું તો અમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને પર અસર થશે. લોકો કઈ રીતે આટલા ડરપોક અને સ્વાર્થી હોય શકે છે?'

    દિવ્યાએ ઘણા દિવસો સુધી પોતાના પરિવાર અને મિત્રોથી અંતર બનાવી લીધું હતું. ગગન તેને બ્લેકમેલ કરતો હતો અને મારતો હતો. દિવ્યા એવી આશામાં હતી કે બધું ધીરે ધીરે સરખું થઇ જશે પણ વધુ ખરાબ થતું રહ્યું.એક્ટ્રેસે એક કિસ્સો શેર કર્યો, 'બે મહિના પહેલાં જ્યારે હું દિવ્યાના ઘરે ગઈ ત્યારે તેને મને જણાવ્યું કે તે ગગનને ડિવોર્સ આપવા ઈચ્છે છે. ગગન તેને ચિટ કરી રહ્યો છે. કરવાચૌથના દિવસે ગગન ઘરે આવ્યો અને તેને ઘણી મારી. ત્યારબાદ ગગન વિરુદ્ધ દિવ્યાએ ઘરેલું હિંસાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ પણ કરી.' દેવોલિનાએ મહિલાઓને અપીલ કરી કહ્યું, 'દિવ્યાના કેસથી ખબર પડે છે કે આપણા દેશમાં મહિલાઓ કેટલી પીડિત છે. મારા કહેવાનો અર્થ એવો નથી કે પુરુષોને મુશ્કેલી નથી હોતી, પણ આપણે અહીંયા મહિલા પીડિતની સંખ્યા વધારે છે. સામાજિક દબાણ, ડર અને શરમને કારણે મહિલાઓ ચૂપચાપ બધું સહન કરે છે. જો તમે કોઈ ખોટી વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છો, તો એટ લિસ્ટ એક વ્યક્તિ સાથે તમારું દુઃખ જરૂર શેર કરો. જેના પર તમને ભરોસો હોય, જે તમારી મદદ કરી શકે. એકલા રહીને ચૂપચાપ દુઃખ સહન ન કરો.'


મીડિયા સાથે વાત કરતા ગગને કહ્યું, 'હું અત્યારે યોગ્ય માનસિક સ્થિતિમાં નથી. દિવ્યાના પરિવાર અને દેવોલિનાએ જે પણ મારા વિશે બોલ્યું છે, તેનાથી મને અને મારા પરિવારને ઘણું સહન કરવું પડી રહ્યું છે. મેં પત્ની, ઇમેજ અને મારું ઘર ખોઈ દીધું છે. મેં સોશિયલ મીડિયા પર મારો પક્ષ અને પુરાવા રાખવાની ટ્રાય કરી, પણ મને ક્રિમિનલ કહેવામાં આવી રહ્યો છે, ત્યાં સુધી કે જ્યારે દિવ્યા બીમાર હતી ત્યારે મને તેને મળવા પણ ન દેવામાં આવ્યો હતો.' મીડિયાના પૂછવા પર ગગને જણાવ્યું કે પોલીસ ફરિયાદ વિશે તેને કોઈ જાણકારી નથી.




Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138