દેશ દુનિયામાં કોરોના સામે લડવામાં મોદી પ્રથમ ક્રમાંકે આવ્યા મોદી છે તો ટેન્શન નથી ઃ ૯૩.૫ ટકા દેશવાસીઓને પૂર્ણ વિશ્વાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-24 12:01:41
  • Views : 730
  • Modified Date : 2020-04-24 12:01:41

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંકટ સામે લડવામાં દેશ અને દુનિયાનો વિશ્વાસ જીતી રહ્યા છે. હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં ૯૩ ટકાથી વધારે ભારતીય લોકોને વિશ્વાસ છે કે, મોદી સરકાર કોરોના
સંકટને યોગ્યરીતે હાથ ધરી રહી છે. બીજી બીજુ અમેરિકી સર્વે કંપની મો‹નગ કન્સલ્ટે પોતાના સર્વેમાં મોદીની એપ્રુવલ રેટિંગ તમામ ગ્લોબલ લીડર કરતા વધારે દર્શાવી છે. મોદી છે તો ટેન્શન નથી તેમ માનનાર ૯૩ ટકા લોકો રહ્યા છે. આ લોકો માની રહ્યા છે કે, લોકડાઉનની ઘોષણા બાદથી મોદી સરકાર ઉપર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. એક દિવસમાં મોદી સરકાર પર વિશ્વાસ કરનાર લોકોમાં ૧૦.૫ ટકાનો વધારો થઇ ગયો છે. તેમની લોકપ્રિયતા અવિરતરીતે વધી રહી છે. મોદીએ કોરોના વોરિયર્સનો જુસ્સો વધારવા માટે બે વખત પ્રજાને અપીલ કરી ચુક્યા છે. તેમની અપીલ ઉપર લોકોએ ૨૨મી માર્ચના દિવસે થાળી, તાળી, ઘંટી અને શંખ વગાડ્યા હતા ત્યારબાદ પાંચમી એપ્રિલના દિવસે રાત્રે નવ વાગે નવ મિનિટ માટે ઘરની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને મિણબત્તી, ટોર્ચ અને ફ્લેશ લાઇટ જલાવવામાં આવી હતી. તેમની કુશળતાના પરિણામ સ્વરુપે વિશ્વભરમાં તેમની પ્રશંસા થઇ રહી છે. કોરોના સામેની લડાઈમાં પહેલાથી જ મોદી એક્શનમાં દેખાઈ રહ્યા છે. કોરોનાની સામે લડાઈમાં પોતે વડાપ્રધાન અને તેમની સરકારને લોકો તરફથી જારદાર પ્રતિસાદ મળી રહ્યો છે. હવે નવા કરવામાં આવેલા સર્વેમાં એવી વિગત સપાટી ઉપર આવી છે કે, ૯૩.૫ ટકા ભારતીયો માને છે કે, મોદી સરકાર કોરોનાને રોકવામાં સફળતાપૂર્વક આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે ૨૫મી માર્ચથી ૨૧ દિવસ માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી જેને ત્રીજી મે સુધી વધારી દેવામાં આવી હતી. કોવિડ-૧૯ ટ્રેકરના કહેવા મુજબ લોકડાઉનના પ્રથમ દિવસે ૭૬.૮ ટકા લોકો મોદી સરકાર પર વિશ્વાસ કરી રહ્યા હતા. ૨૧મી એપ્રિલ સુધી આ સંખ્યા ૯૩.૫ ટકા થઇ ગઇ છે. આ તમામ લોકો સરકારની કામગીરીથી ખુશ દેખાઈ રહ્યા છે. સરકાર કોરોનાને રોકવા બનતા તમામ પગલા લઇ રહી છે. આ પહેલા મંગળવારના દિવસે અમેરિકી સર્વે કંપનીએ પણ આ અંગેની વાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્‌વટ કરીને આની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, વાસ્તવિકતા તમામ લોકોની વચ્ચે છે. સમગ્ર વિશ્વમાં મોદીની પ્રશંસા થઇ રહી છે.
ભારતીયોની સાથે સાથે વિશ્વ સમુદાયની પણ તેઓ નોંધ લઇ રહ્યા છે. દરેક ભારતીય તેમની લીડરશીપમાં સંપૂર્ણ વિશ્વાસ અને સુરક્ષાનો ભાવ અનુભવ કરે છે જે તેમની કુશળતા દર્શાવે છે. બીજી બાજુ સર્વેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૧૬મી માર્ચથી લઇને ૨૧મી માર્ચ વચ્ચેના ગાળા દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં એક બાબત લોકોની વચ્ચે મુકવામાં આવી હતી. સરકાર કોરોનાની સામે જારદારરીતે લડી રહી છે. લોકડાઉનની જાહેરાત થયા બાદ વિશ્વાસ કરનાર લોકોની સંખ્યા વધી છે. પહેલી એપ્રિલ સુધી મોદી સરકાર પર વિશ્વાસ કરનારની ટકાવારી ૮૯.૯ ટકા હતી જ્યારે ૩૧મી માર્ચના દિવસે આ ટકાવારી ૭૯.૪ ટકા હતી. એક દિવસમાં ૧૦ ટકાથી વધુનો વિશ્વાસ વધી ગયો છે.

Download Our B K News Today App



Related News