‘ઝીરો’ પર આઉટ હોવા છતાં કેપ્ટન રોહિત શર્માએ પૂરી કરી ‘સદી’.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-12 09:06:25
  • Views : 99
  • Modified Date : 2024-01-12 09:06:25

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મોહાલીમાં રમાયેલ પહેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાન ટીમને 6 વિકેટે હરાવ્યું હતું અને જીત સાથે T20 સીરિઝની દમદાર શરૂઆત કરી હતી. જોકે આ મેચમાં રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો.ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચ ખાસ હતી, કારણકે તે લાંબા સમય બાદ (14 મહિના બાદ) ભારત તરફથી T20 ઈન્ટરનેશનલ મેચ રમવા મેદાનમાં ઉતર્યો હતો. જોકે તેનું કમબેક ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે શૂન્ય રન પર રન આઉટ થયો હતો.રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના ભલે આઉટ થયો, છતાં તેણે આ મેચમાં એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. જેની પાછળ ભારતની જીત જવાબદાર છે. રોહિત ટીમ ઈન્ડિયા તરફથી રમતા 100 T20 મેચ જીતનાર પહેલો ખેલાડી બન્યો હતો.મોહાલીમાં અફઘાનિસ્તાન સામે ભારતની જીત રોહિત શર્માની ટીમ ઈન્ડિયાની જર્સીમાં 100મી જીત સાબિત થઈ હતી. આ રીતે ભલે તે મેચમાં શૂન્ય પર આઉટ થયો, છતાં તે T20 મેચમાં જીતની સદી પૂર્ણ કરવામાં સફળ રહ્યો હતો.રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 100 જીતમાં સામેલ ખેલાડી બન્યો હતો. ભારતીય કેપ્ટને તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 149 T20 મેચ રમી છે, જેમાંથી તેણે 100 જીતી છે.ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં જે ખેલાડીઓ સૌથી વધુ ટીમની જીતનો ભાગ રહ્યા છે, તેમાં ટેસ્ટમાં 108 જીત અને ODIમાં 262 જીત સાથે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે. જયારે T20માં 100 જીત સાથે રોહિત હેવ આ લિસ્ટમાં સામેલ થયો છે.

Download Our B K News Today App



Related News