દેશી, આયાતી ખાદ્યતેલોના દિવાળી સુધી ભાવ ઉંચા રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 17:27:05
  • Views : 367
  • Modified Date : 2019-10-22 17:27:05

શનિવારમાં આજે પામતેલમાં માગ જળવાઈ રહેતાં ૧૦ કિલોના રૂ.૬૩૨થી ૬૩૫માં ઓક્ટોબર તથા નવેમ્બર માટે વિવિધ રિફાઈનરીઓના મળીને કુલ આશરે ૫૦૦ ટનના વેપાર થયા હતા. પામતેલના ભાવ હવાલા રિસેલના વધી રૂ.૬૩૫ તથા જેએનપીટીના રૂ.૬૩૦ રહ્યા હતા. 

સિંગતેલ તથા કપાસીયા તેલના ભાવ પણ મક્કમ હતા. બજારના જાણકારોના જણાવ્યા મુજબ દિવાળી સુધી બજારમાં વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ ઉંચા રહેવાની શક્યતા હાલ જણાઈ રહી છે. પામતેલમાં ભાવ વધી રૂ.૬૪૦ સુધી જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બજારમાં આજે હાજરમાં સિંગતેલના ભાવ ૧૦ કિલોના વધી રૂ.૧૦૫૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ વધી જાતવાર રૂ.૯૬૦થી ૧૦૬૦ તથા ૧૫ કિલોના રૂ.૧૬૨૦થી ૧૬૭૦ રહ્યાના સમાચાર હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૭૬૫થી ૭૬૫ રહ્યા હતા. મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ રૂ.૮૨૦ રહ્યા હતા જ્યારે ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૫૦ રહ્યા હતા.

સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૫ તથા રિફાઈન્ડના  રૂ.૭૪૫ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૭૭૦ તથા રિફાઈન્ડના રૂ.૮૧૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૯૫ તથા કોપરેલના રૂ.૧૩૨૦ બોલાતા હતા. 

દિવેલના ભાવ આજે વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા સામે મુંબઈ એરંડાના હાજર ભાવ રૂ.૪૫૮૫ના મથાળે શાંત હતા. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે સનફલાવર ખોળના ભાવ ટનના રૂ.૧૯૫૦૦ વાળા રૂ.૨૦૦૦૦ રહ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ રૂ.૩૩૩૯૦થી ૩૩૩૯૫ વાળા ઘટી રૂ.૩૨૮૭૦ રહ્યા હતા. જોકે અન્ય ખોળો શાંત હતા.

દરમિયાન, અમેરિકાના કૃષિ વિભાગના જણાવ્યા મુજબ ભારતમાં આ વર્ષે કપાસ- રૂનો પાક વધી આશરે ૩૯૦ લાખ ગાંસડી આવવાની શક્યતા છે. ભારતમાં પાછલા વર્ષે આવો પાક ૩૧૨ લાખ ગાંસડી આવ્યો હતો. આમ અમેરિકાના કૃષી ખાતાના  જણાવ્યા મુજબ ભારતમાં આ વર્ષે રૂનો પાક આશરે ૭૮ લાખ ગાંસડી વધુ આવવાની આશા છે. જોકે દેશમાં મોટા પાકની આશા છતાં તાજેતરમાં રૂની આયાત વધી છે. ચાલુ વર્ષે ઓગસ્ટ અંત સુધીના આંકડાઓ મુજબ દેશમાં રૂની આયાત વધી ૨૩ લાખ ગાંસડી થઈ છે જે પાછલા વર્ષે આ ગાળામાં આઠ લાખ ગાંસડી આવી હતી. દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩થી ૫ પોઈન્ટ નરમ હતો જ્યારે ત્યાં સોયાખોળનો વાયદો ૧૭થી ૧૮ પોઈન્ટ ઉંચકાયો હતો. સામે ત્યાં સોયાબીનનો વાયદો ઓવરનાઈટ ૨૨થી ૨૪ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો.દરમિયાન, ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૧૭, ૩૦ તથા ૪૬ પોઈન્ટ પ્લસમાં રહ્યાના નિર્દેશો હતા. ઘરઆંગણે સોયાબીનમાં તેલંગણાની બજારના સૂત્રોના જણાવ્યા મુજબ નાફેડ દ્વારા ટેકાના ભાવોએ આશરે સીત્તેર ટનની સોયાબીનની ખરીદી કરાઈ છે. સોયાબીનની ઓલ ઈન્ડિયા આવકો આજે બપોરે આશરે પાંચ લાખ ૩૫ હજાર ગુણી નોંધાઈ હતી. આ પૈકી મધ્ય- પ્રદેશમાં આવી આવકો આશરે ૨ લાખ ૨૫ હજાર ગુણી નોંધાયાના વાવડ હતા તથા ત્યાં નવાના ભાવ ભેજવાળા માલોના જાતવાર રૂ.૩૧૦૦થી ૩૬૭૫ સુધી રહ્યાના સમાચાર હતા. ત્યાં આજે સોયાતેલના ભાવ રૂ.૭૧૫થી ૭૨૦ તથા રિફાઈન્ડના રૂ.૭૫૨થી ૭૫૧ રહ્યા હતા.મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૮૦ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૬૫ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૫૦થી ૯૦૦ તથા ઉંચામાં રૂ.૧૦૫૦થી ૧૧૦૦ સુધી બોલાઈ રહ્યા હતા.

Download Our B K News Today App



Related News