મળી દેશના ખજાનાની ચાવી, બન્યા પહેલાં મહિલા નાણાં મંત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 14:39:47
  • Views : 599
  • Modified Date : 2019-05-31 15:47:10

નરેન્દ્ર મોદી કેબિનેટમાં મંત્રીઓની વચ્ચે વિભાગોની વહેંચણી થઇ ગઇ છે. નાણાં મંત્રાલયનો કાર્યભાર નિર્મલા સીતારમણને સોંપી દીધો છે. તેની સાથે જ તેઓ પહેલાં મહિલા નાણાંમત્રી બની ગયા છે. મોદી સરકારના પાછલા કાર્યકાળમાં તેઓ પહેલાં મહિલા રક્ષા મંત્રી બન્યા હતા. જો કે ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન રહેતા થોડાંક સમય માટે નાણાં મંત્રાલય અને રક્ષા મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું. પરંતુ પાંચ વર્ષ માટે હવે નિર્મલા સીતારમણની પાસે ફુલ ટાઇમ નાણાં મંત્રાલય રહેશે. આ સિવાય તેમણે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય સંભાળવાની જવાબદારી પણ આપી છે.તામિલનાડુના મદુરઇમાં જન્મેલા નિર્મલા સીતારમણે પોતાની સ્કૂલનું શિક્ષણ તિરૂચિરાપલ્લીથી લીધું છે. તેમણે અહીંની સીતાલક્ષ્મી રામાસ્વામી કોલેજમાંથી ઇકૉનમોકિ્સમાં બીએ કર્યું છે. જ્યારે દિલ્હીની જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. નિર્મલા સીતારમણના પિતા રેલવે કર્મચારી હતા, આથી તેમનું નાનપણ કેટલાંય રાજ્યોમાં વીત્યું છે. આની પહેલાં અરૂણ જેટલીએ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપતા ખુદને મંત્રી ના બનાવાની ભલામણ કરી હતી. ત્યારબાદ અંદાજો લાગ્યો હતો કે નાણાં મંત્રાલયનો ભાર કોને સોંપાશે. આ રેસમાં પિયૂષ ગોયલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ પીએમ મોદીએ તેમને રેલવે મંત્રાલય સંભાળવાની જવાબદારી સોંપી.શપથ ગ્રહણ સમારંભ બાદ મંત્રાલયોને લઇ અલગ-અલગ કયાસ બાંધવામાં આવી રહ્યા હતા, તેના પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. પીએમ મોદી બાદ શપથ લેનાર રાજનાથ સિંહને રક્ષા મંત્રાલય સોંપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહને બનાવામાં આવ્યા છે. પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકરને વિદેશ મંત્રી બનાવામાં આવ્યા છે. નિતિન ગડકરીના ભાગમાં રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી સિવાય SME મંત્રાલય સોંપાયું છે. જ્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને કાપડ મંત્રાલયનો પ્રભાર સ્મૃતિ ઇરાનીને સોંપાયો છે.

Download Our B K News Today App



Related News