અર્થતંત્ર સંકટમાં દેશ બહુ મોટી મંદીનો સામનો કરી રહ્યો છે : મનમોહન સિંહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 13:43:54
  • Views : 568
  • Modified Date : 2019-09-01 13:43:54

દેશના આર્થિક વિકાસ દરમાં થયેલા ઘટાડા બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી છે.

મનમોહન સિંહે કહ્યુ હતુ કે, આ આર્થિક કટોકટી માટે સરકાર જ જવાબદાર છે અને યોગ્ય વહિવટના અભાવે આ સ્થિતિનુ નિર્માણ થયુ છે. દેશનો જીડીપી પાંચ ટકા પર પહોંચ્યો છે. જે બતાવે છે કે, દેશ બહુ મોટી મંદીનો સામનો કરી રહ્યો છે. ભારત પાસે ઝડપતી આર્થિક ગ્રોથ કરવાની ક્ષમતા હતી પણ મોદી સરકારના મિસ મેનેજમન્ટના કારણે સ્થિતિ આજે બગડી છે.

તેમણે કહ્યુ હતુ કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ માત્ર 0.6 ટકા રહી ગયો છે. સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યુ છે કે, નોટબંધી જેવી ભૂલોના કારણે ભારતીય અર્થતંત્રને બહુ મોટો ફટકો વાગ્યો છે. ખોટી રીતે લાગુ કરવામાં આવેલા જીએસટીના કાયદાની પણ અર્થતંત્ર પર અસર પડી છે.

જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહે વધુમાં કહ્યુ હતુ કે, ઘરઆંગણાની માંગમાં પણ ગ્રોથ ઘટીને છેલ્લા 18 મહિનાના તળિયે છે. ટેક્સની આવકમાં પણ ઘટાડો થયો છે. નાના વેપારીઓથી લઈને ઉદ્યોગોમાં ટેક્સ ટેરેરિઝમનો ખોફ જોવા મળી રહ્યો છે. રોકાણકારોમાં આશંકાનો માહોલ છે. એવુ લાગે છે કે, અર્થતંત્રને રિકવર થતા લાંબો સમય લાગશે.

તેમણે કહ્યુ હતુ કે, એકલા ઓટોમોબાઈલ સેક્ટરમાં 3.5 લાખ નોકરીઓ ગઈ છે. અસંગઠિત સેકટરમાં પણ મોટા પાયે નોકરીઓ ગઈ છે. શ્રમજીવીઓ સામે આજીવિકાનુ સંકટ ઉભુ થયુ છે. ગ્રામ્ય ક્ષેત્રોમાં ખેડૂતોને તેમના પાકનુ વળતર મળી રહ્યુ નથી. ખેડૂતોની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મોંઘવારી ઓછી હોવાનો જે દાવો મોદી સરકાર કરી રહી છે તે ખેડૂતોના ભોગે છે.

Download Our B K News Today App



Related News