દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની કરી ધરપકડ: સૂત્ર

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-13 14:45:27
  • Views : 226
  • Modified Date : 2022-10-13 14:46:32

    આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે દેશના વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલતા દેખાતા હતા. જે અંગે મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી હતી. જેથી, આજે ગુરૂવારે ગોપાલ ઇટાલિયાને આયોગ સામે હાજર થયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગોપાલ ઇટાલિયાને દિલ્હી પોલીસની ધરપકડ કરી લેવામાં આવી છે.ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય શું આપી શકે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી ડરતા નથી, મને નાંખી દો જેલ. તેમણે પોલીસને પણ બોલાવી છે. મને ધમકાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News