હવેથી સૈનિક સ્કુલોમાં દેશની દિકરીઓ ભણી શકશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 11:05:58
  • Views : 418
  • Modified Date : 2019-10-20 11:05:58

 રક્ષા મંત્રી રાજનાથ સિંહે યુવતીઓને સૈનિક સ્કુલોમાં પ્રવેશ માટે મંજૂરી આપી દીધી છે. વર્ષ ૨૦૨૧-૨૨ શૈક્ષિણિક સત્રથી દેશની દિકરીઓને સૈનિક સ્કુલોમાં પ્રવેશ  મળવાનું થરુ થશે. ઉલ્લેખનીય છે કે મિઝોરમના ચિંગચિપમાં બે વર્ષ પહેલા સૈનિક સ્કુલમાં યુવતીઓના પ્રવેશને લઇને રક્ષા મંત્રાલયે પાયલોટ પ્રોજકટ શરુ કર્યો હતો, જેની સફળતા પછી આ મહત્વનો નિર્ણય લેવામાં અકીલા આવ્યો છે. આ સાથે જે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈનિક સ્કુલોમાં પૂરતા પ્રમાણમાં મહિલા સ્ટાફની નિમણૂક કરવાના આદેશ કર્યા હતા. તેમજ આ માટે જરુરી ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાના આદેશ આપ્યા હતા.  જેથી દેશભરની સૈનિક સ્કુલોમાં યુવતીઓના પ્રવેશની પ્રક્રિયા શરુ કરી શકાય. નોંધનીય છે કે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે  મહિલાની સશકિતકરણ અને આર્મ્ડ ફોર્સિસમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.

Download Our B K News Today App



Related News