રક્ષાપ્રધાન રાજનાથસિંહના કોંગ્રેસ પર પ્રહાર

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-17 18:45:05
  • Views : 228
  • Modified Date : 2022-10-17 18:45:05

    રક્ષાશક્તિ યુનિવર્સિટીના (Rakshashakti University) પદવીદાન સમારોહમાં રાજનાથસિંહે કહ્યું કે- આપણું સ્વપ્ન છે કે ભારતને મહાશક્તિના રૂપમાં દુનિયા સામે લાવીએ.. સાથે સાથે ભારતને જ્ઞાનવાન બનાવવા માગીએ છે..આજે રક્ષાપ્રધાન રાજનાથસિંહ (Rajnath Singh ) ગુજરાતના મહેમાન બન્યા. આ દરમિયાન તેમણે નામ લીધા વિના કૉંગ્રેસ (Congress) પર નિશાન સાધ્યું અને દુશ્મન દેશોને પણ ચેતવણી આપી. ગાંધીનગરમાં (Gandhinagar) રક્ષાશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજનાથસિંહે કહ્યું કે- આપણું સ્વપ્ન છે કે ભારતને મહાશક્તિના રૂપમાં દુનિયા સામે લાવીએ. સાથે સાથે ભારતને જ્ઞાનવાન બનાવવા માગીએ છે. દુનિયાના મોટા-મોટા મંચો પર આજે ભારતની વાતો ધ્યાનથી સાંભળવામાં આવે છે. પીએમ મોદીએ સરાહનીય કામ કર્યું છે.. તેમણે નામ લીધા વિના કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે- આંતર રાષ્ટ્રીય મંચ પર ભારતની છબી સુધરી છે.. પહેલા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત કંઈ બોલતું હતું તો કોઈ ગંભીરતાપૂર્વક નહોતું સાંભળતું. પરંતુ આજે ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર કંઈ બોલે છે તો લોકો કાન ખોલીને સાંભળે છે કે ભારત શું બોલી રહ્યું છે.રાજનાથસિંહે આતંકવાદ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે- આતંકવાદ જેવા મુદ્દા પર ભારતે આગેવાની કરી છે. તેનો શ્રેય પીએમ મોદીને જાય છે.. તેમણે નામ લીધા વિના પાકિસ્તાન પર નિશાન સાધ્યું.. તેમણે કહ્યું કે આતંકવાદને પોતાનું સાધન માનવાવાળા દેશોને આજે એ સારી રીતે ખબર પડી ગઈ છે કે ભારત એક એવો દેશ છે જે કારણવગર છંછેડતો નથી અને જો કોઈ ભારતને છંછેડે તો ભારત તેને છોડતું નથી.

 

Download Our B K News Today App



Related News