દીપિકાની બર્થડે પાર્ટીમાં રણબીર- આલિયા સહિત ઘણા સેલેબ્સ આવ્યા હતા, સોશિયલ મીડિયા પર ફોટોઝ વાઇરલ થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:59:57
  • Views : 365
  • Modified Date : 2021-01-06 12:59:57

    બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે મંગળવારે પોતાનો 35મો જન્મદિવસ પતિ રણવીર સિંહ અને તેના અમુક ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યો. તેની બર્થડે પાર્ટીમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરણ જોહર, અનન્યા પાંડે, ઈશાન ખટ્ટર સહિત ઘણા સેલેબ્સ સામેલ હતા. દીપિકાની આ બર્થડે પાર્ટીના વીડિયો અને ફોટોઝ હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. રણવીરે દીપિકાની આ બર્થડે પાર્ટી મુંબઈના એક રેસ્ટરાંમાં રાખી હતી.દીપિકાએ રણવીર સાથે કેક કટ કરી. બંનેએ સાથે ઘણા ફોટોઝ પણ ક્લિક કરાવ્યા. પાર્ટી દરમ્યાન બધા સેલેબ્સે માસ્ક પણ પહેર્યું હતું. આ પાર્ટી પહેલાં દીપિકા પતિ રણવીર સાથે બ્રન્ચ ડેટ માટે પણ ગઈ હતી. ત્યારબાદ ખરીદી કરવા માટે બંને બાંદ્રાની માર્કેટમાં પણ ગયા હતા. તેના પણ અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

    બર્થડે પણ રણવીરે પત્ની દીપિકા સાથેનો એક રોમેન્ટિક ફોટો પણ શેર કર્યો. ફોટો શેર કરીને રણવીરે લખ્યું, બીવી નંબર 1. આ સિવાય રણવીરે દીપિકાના બાળપણનો એક ફોટો પણ શેર કર્યો. આ ફોટો શેર કરીને રણવીરે લખ્યું, મારી જાન, મારી લાઈફ, મારી ગુડિયા, હેપ્પી બર્થડે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138