અગ્નિપથના વિરોધને પગલે નિર્ણય : બિહાર જતી-આવતી ટ્રેનો રદ, 22 જૂન સુધી બિહારની 5થી વધુ ટ્રેન નહિ દોડે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-21 11:11:37
  • Views : 240
  • Modified Date : 2022-06-21 11:11:37


અગ્નિપથના વિરોધને પગલે નિર્ણય : બિહાર જતી-આવતી ટ્રેનો રદ, 22 જૂન સુધી બિહારની 5થી વધુ ટ્રેન નહિ દોડે


કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના સામે શરૂ કરાયેલા આંદોલનની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી છે. બિહારમાં આ યોજનાનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે અને ત્યાં આંદોલનકારીઓએ ટ્રેનોને નિશાન બનાવી છે. આથી રેલવે વિભાગે પેસેન્જરો અને ટ્રેનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કરી દીધી છે. રેલવેએ રદ કરેલી ટ્રેનોમાં અમદાવાદ અને ગુજરાતથી બિહાર તરફ જતી અને આવતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.


20મી જૂનની બાન્દ્રા-બરૌની અવધ એક્સપ્રેસ, બરૌની-બાન્દ્રા એક્સપ્રેસ, દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ, દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ, મુજફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ અને બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. આ સાથે જ 21 જૂનની પટના-અમદાવાદ એક્સપ્રેસ તેમ જ 22 જૂનની બરૌની-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પણ રદ કરવામાં આવી છે.


 


Download Our B K News Today App



Related News