12 વર્ષની ઉંમરે UAE તરફથી ડેબ્યૂ, ધ હન્ડ્રેડમાં મચાવી દહેશત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-19 16:02:44
  • Views : 128
  • Modified Date : 2023-08-19 16:02:44

ઈંગ્લેન્ડે શ્રીલંકા સામે રમાનારી ODI અને T20 શ્રેણી માટે તેની મહિલા ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં પસંદગીકારોએ માહિકા ગૌર ને તક આપી છે જેણે ઈંગ્લેન્ડના ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા છે.માહિકા ડાબા હાથની ફાસ્ટ બોલર છે અને તેની સ્વિંગ બોલિંગ માટે જાણીતી છે. 17 વર્ષની આ બોલરે 12 વર્ષની ઉંમરમાં T20માં ડેબ્યૂ કર્યું છે. જોકે, તેણે આ ડેબ્યૂ ઈંગ્લેન્ડ માટે નહીં પરંતુ UAE માટે કર્યું હતું. પરંતુ હવે તે ઈંગ્લેન્ડની ટીમ સાથે રમતી જોવા મળશે.માહિકા 2019 થી 2022 સુધી UAE માટે રમી હતી. તેણે UAE માટે કુલ 19 T20 મેચ રમી જેમાં તેણે નવ વિકેટ ઝડપી. તે દક્ષિણ આફ્રિકામાં રમાયેલા ICC મહિલા T20 વર્લ્ડ કપમાં UAE તરફથી રમી હતી. પરંતુ તે પછી તેણે ઈંગ્લેન્ડ માટે રમવાનું શરૂ કર્યું. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે તેથી તે ઈંગ્લેન્ડ તરફથી રમવા માટે લાયક છે.માહિકાએ ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડમાં તેના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે માન્ચેસ્ટર ઓરિજિનલ માટે ધ હન્ડ્રેડની તેની પ્રથમ સિઝનમાં શાનદાર રમત બતાવી હતી. આ સિવાય તે ઈંગ્લેન્ડ-A ટીમ સાથે સતત રમી રહી છે. તાજેતરમાં તે ઓસ્ટ્રેલિયા-A સામે રમાયેલી શ્રેણીમાં ઈંગ્લેન્ડ-A ટીમનો ભાગ હતી. માહિકા ઘણી ઉંચી છે અને તેથી તેના બોલમાં સારો ઉછાળો છે અને સાથે જ તે બોલને સ્વિંગ કરવામાં પણ સક્ષમ છે.ઈંગ્લેન્ડ ટીમના કોચ જોન લુઈસે તેના જોરદાર વખાણ કર્યા છે. તેણે કહ્યું કે માહિકા છ ફૂટ ઉંચી છે અને આવા બોલર મહિલા ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે. કોચે કહ્યું કે તેણે સાબિત કર્યું છે કે તે નવા બોલથી ખતરનાક બની શકે છે.

Download Our B K News Today App



Related News