બુલન્દશહેરના ડીએમના આવાસે વ્યાપક દરોડા દરોડા બાદ ડીએમ આવાસે નોટ મશીન મગાવવા ફરજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 11:17:11
  • Views : 477
  • Modified Date : 2019-07-11 11:17:11

 ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં ડીએમ આઇએએસ અભય સિંહના આવાસ પર સીબીઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ હવે ખભળળાટ મચી ગયો છે. કારણ કે તેમના આવાસ પર એટલી માત્રામાં નોટ મળી આવી છે કે તેને ગણવા માટે મશીન મંગાવવાની ફરજ પડી છે. એમ માનવામાં આવે છે કે આ દરોડા તેમના પર મુકવામાં આવેલા ખાણ કોંભાડના લઇને આક્ષેપ બાદ પાડવામાં આવ્યા હતા. અગાઉની સરકારમાં અભય સિંહ ફતેહપુરના ડીએમ હતા. આ ગાળા દરમિયાન તેમના પર ગેરકાયદે રીતે ખાણ પ્રવૃતિ હાથ ધરવાના આરોપો મુકવામાં આવ્યા હતા. આ મામલામાં સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો દરોડાની કાર્યવાહી દરમિયાન તેમના આવાસ પર ખુબ જંગી પ્રમાણમાં  નોટ પડી આવી હતી. તમામ નોટને ગણવા માટે સીબીઆઇની ટીમે મશીનો મંગાવી લીધી હતી. સીબીઆઇની ટીમ આજે સવારે ડીએમના આવાસ પર પહોંચી ગઇ હતી. અહીં જવા પર તમામ લોકોના પ્રવેશ પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ટીમે આશરે બે કલાક સુધી આઇએએસ અભય સિંહની સાથે તેમના આવાસ પર બંધ બારણે પુછપરછ કરી હતી. આ ગાળા દરમિયાન તેમના આવાસ પર ઉંડી તપાસનો દોર જારી રહ્યો હતો.

Download Our B K News Today App



Related News