દેશમાં રોજનું 3,500 કરોડ રૂપિયાનું નુકસાનઃ એસોચેમ, સરકાર APMC બહાર ખરીદી પર ટેક્સની વિચારણા કરે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 12:39:26
  • Views : 411
  • Modified Date : 2020-12-16 12:39:26

    ખેડૂત આંદોલનને કારણે દૈનિક 3000થી 3500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું એસોચેમે જણાવ્યું છે. મંગળવારે એસોચેમે સરકાર અને ખેડૂત સંગઠનોને આ મુદ્દે ઝડપથી સમાધાન કરવા અનુરોધ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરની અનેક ખાપ પંચાયતોએ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં ખેડૂતોના આંદોલનને ટેકો આપવાનું જાહેર કર્યું છે. 17 ડિસેમ્બરે તેઓ દેખાવોમાં સામેલ થશે. બીજી તરફ સરકાર APMC બહાર ખરીદી પર ટેક્સની વિચારણા કરે છે.એસોચેમના વડા નિરંજન હીરાનંદાણીએ કહ્યું કે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરનું સંયુક્ત અર્થતંત્ર 18 લાખ કરોડનું છે. દરમિયાનમાં એક સમયે એનડીએના ઘટક પક્ષ રહેલા શિરોમણી અકાલીદળના વડા સુખબીરસિંહ બાદલે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે તે જ અસલી ટુકડે ટુકડે ગેંગ છે. પહેલા મુસલમાનોને હિંદુ સામે ઉશ્કેર્યા, હવે પંજાબમાં શીખો સામે હિંદુઓને ઉશ્કેરે છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર માટે ક્રોનીકેપિટાલિસ્ટ સૌથી સારા દોસ્ત છે.

    કેન્દ્ર સરકાર એપીએમસીની બહાર વેચાતા અનાજ અને ઉત્પાદનો પર તેની જેમ ટેક્સ કે સેસ લાદવાનું વિચારી રહી છે. તે 1 ટકાની આસપાસ હોઈ શકે છે. આમ કરવાથી એપીએમસીની બહારના વેચાણ પર એક સમાન ટેક્સ થઈ જશે. ઉચ્ચસ્તરીય સાધનોના જણાવ્યા મુજબ સરકાર એમએસપી અંગે કસો પણ ફેરફાર કરવા તૈયાર નથી. જો કે એપીએમસી બહાર ખરીદ-વેચાણ માટે રજિસ્ટ્રેશનની ઇલેક્ટ્રોનિક્સ વ્યવસ્થા થઈ શકે છે અને તેના આધારે ખરીદીની કુલ માત્રા પર ટેક્સ લાદશે. સરકાર આ પ્રસ્તાવ અંગે ખેડૂતોની સંમતિ મેળવવા માંગે છે. જો તેમ થશે તો સંસદના આગામી સત્રમાં આ સુધારા રજૂ કરાશે.


Download Our B K News Today App



Related News