Cyclone Asani ના કારણે ઠેર ઠેર મુશળધાર વરસાદની આગાહી, દરિયો ગાંડોતૂર, જુઓ ક્યાં-ક્યારે ટકરાશે વાવાઝોડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-11 11:04:13
  • Views : 597
  • Modified Date : 2022-05-11 11:04:13

 Cyclone Asani ના કારણે ઠેર ઠેર મુશળધાર વરસાદની આગાહી, દરિયો ગાંડોતૂર, જુઓ ક્યાં-ક્યારે ટકરાશે વાવાઝોડું

 

ચક્રવાતી તોફાન અસાનીની અસર દેશના તટીય વિસ્તારમાં જોવા મળી રહી છે. ચક્રવાતી તોફાન અસાનીની બચવા માટે પ્રભાવિત વિસ્તારોમાં NDRFની 50 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. અલગ અલગ રાજ્યોના SDRFને પણ એલર્ટ મોડ પર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. 

 

હવામાન વિભાગે કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ અને પુરનું એલર્ટ આપ્યું છે. એનડીઆરએફના જણાવ્યા અનુસાર 50 ટીમોમાથી 22 પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં તૈનાત કરી દેવામા આવી છે. તો વળી બાકીની 28 ટીમો આ રાજ્યોમાં એલર્ટ પર રાખવામાં આવી છે. 

 

આ રાજ્યોમાં NDRFની ટીમો તૈનાત કરી

પશ્ચિમ બંગાળના તટીય જિલ્લામાં 12 ટીમો તૈનાત કરી દેવામા આી છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં 9 અને ઓડિશાના બાલાસોરમાં એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. NDRFની એક ટીમમાં મોટા ભાગે 47 જવાનો હોય છે, જે પ્રભાવિત લોકોને બચવા અને રાહત અભિયાન શરૂ કરવા માટે ઝાડ કાપના હથિયાર, અન્ય સાધનો, રબર બોટ અને પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓથી સજજ હોય છે.


ધીમે ધીમે નબળુ પડી રહ્યું છે અસાની

ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે, ચક્રવાત પહેલાની તિવ્રતાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયું છે અને ધીમે ધીમે તે નબળુ થઈ ગયું છે. તેમણે કહ્મયુંક ે, પ્રચંડ ચક્રવાતી તોફાન બુધવારે નબળુ થવાથી તોફાનમાં બદલી જશે અને ગુરૂવારે ભારે પ્રેસરમાં પરિવર્તિત થઈ જશે.

 

 

Download Our B K News Today App



Related News