હાલ એક વિડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સ્કૂલની નાની છોકરી 'સામી સામી' ગીત પર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે.

  • Published By :
  • Published Date : 2022-09-15 13:09:55
  • Views : 484
  • Modified Date : 2022-09-15 13:10:57

·        સોશિયલ મીડિયા પર પુષ્પા ફિલ્મનો ક્રેઝ હજુ પણ ચાલુ છે.  સ્કૂલની નાની છોકરી 'સામી સામી' ગીત પર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી.  વિડીયોએ પુષ્પાની અભિનેત્રીનું દિલ જીતી લીધું

ઘણી વખત એવી ફિલ્મો આવે છે જે આપણા માનસપટ પર વર્ષો સુધી તેની છાપ છોડી જાય છે. એ પછી ફિલ્મના કિરદાર હોય કે, કોઈ ડાયલોગ્સ કે પછી કોઈ ગીત અને એના સ્ટેપ્સ. ગયા વર્ષે એક એવી જ ફિલ્મ આવી હતી જેનું નામ છે 'પુષ્પાઃ ધ રાઇઝ'. તેના ડાયલોગ્સ અને ગીતો આજે પણ દરેક લોકોને યાદ છે.  જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો ક્રેઝ હજુ પણ ચાલુ છે. લોકો તેના ગીતો અને ડાયલોગ્સ પર રીલ્સ બનાવે છે. હાલ એક વિડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સ્કૂલની નાની છોકરી 'સામી સામી' ગીત પર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. 

વિડીયોએ પુષ્પાની અભિનેત્રીનું દિલ જીતી લીધું

        આ વાયરલ થયેલ વીડિયો કોઈ સ્કૂલમાં ડાન્સ રિહર્સલ દરમિયાનનો હોય તેવું લાગી રહ્યું છે, વિડીયોમાં એ નાની છોકરી સિવાય અન્ય બાળકો પણ બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરતા જોવા મળે છે પણ એ બધા વચ્ચે આ એક છોકરી ગીત સાથે લિપ-સિંક કરીને ફિલ્મમાં અભિનેત્રી ડાન્સ કરે છે એ મુજબ પુરા કોન્ફિડન્સ અને મુવ્સથી ડાન્સ કરી રહી હતી. જણાઈ દઈએ કે એ વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને  પુષ્પા ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ પણ અ વીડિયો શેર કર્યો છે. વિડીયો શેર કર્તાની સાથે તેને કેપ્શનમાં લખ્યું છે કે, 'આ વિડીયોએ મારો દિવસ બનાવી દીધો. હું આ ક્યુટ છોકરીને મળવા માંગુ છું.  કેવી રીતે મળી શકું?'

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139