દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાત એટીએમની સંખ્યામાં સિક્કીમ-લક્ષદ્વીપ-કાશ્મીર કરતાંય પછાત, દેશમાં 21મા ક્રમે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 14:47:00
  • Views : 497
  • Modified Date : 2019-09-14 14:47:00

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની સમગ્ર બેન્કિંગ વ્યવસ્થામાં આમૂળ પરિવર્તન આવ્યું છે. એટીએમ કમ ડેબિટ કાર્ડ હવે સામાન્ય વસ્તુ બની ગયા છે અને બેન્કિંગ પ્રણાલિનું અભિન્ન અંગ. હવે એ જમાનો ગયો કે બેંકમાંથી નાણા ઉપાડવા કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. એટીએમ હવે ગલી-ખૂંચીએ જોવા મળે છે અને નાણાં ઉપાડવા એ કોઈ મોટી વાત નથી રહી. ગુજરાત આમ ભલે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન, વેપારીઓનું રાજ્ય કહેવાતું હોય પણ એટીએમની સંખ્યાની બાબતમાં દેશના સૌથી પછાત રાજ્યોમાં ગુજરાતનો ક્રમ આવે છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ગુજરાતમાં પર્યાપ્ત રોકડ વિતરણ કરી શકે તેટલી માત્રામાં એટીએમ છે જ નહીં અને ખુદ નીતિ આયોગના એક અહેવાલ અનુસાર પ્રતિ લાખ વસતિએ 51 એટીએમના રાષ્ટ્રીય લક્ષ્યની સામે ગુજરાતમાં પ્રતિ લાખની વસતિએ ફક્ત 17 એટીએમ જ છે.સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રિપોર્ટે ગુજરાતની સચ્ચાઈ ઉજાગર કરીવસતિની તુલનામાં એટીએમની સંખ્યાની બાબતમાં દેશના અત્યંત પછાત રાજ્યોમાં સામેલ હોવાની હકીકત નીતિ આયોગના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) ઈન્ડિયા ઈન્ડેક્સ 2018 રિપોર્ટમાં બહાર આવી છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ભલે નાણાંની રેલમછેલ થતી હોવાનું કહેવાય અને તેની ગણના આજે ભારતની સોને કી ચિડિયા તરીકે થતી હોય પરંતુ અહીં નાણાંનું વિતરણ જ નથી થતું તો વિકાસ ક્યાંથી થશે. ગુજરાતની નાણાકીય વ્યવસ્થા ધાર્યા મુજબની વૃદ્ધિ નથી દર્શાવી શકતી તે પાછળનું એક કારણ નાણાં કે રોકડની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધતા ન હોવાનું પણ છે, જેના માટે એટીએમની ઓછી સંખ્યા કારણભૂત છે.એટીએમની દૃષ્ટિએ ગોવા ટોચે, સિક્કિમ-હિમાચલ-કાશ્મીર પણ ગુજરાતથી આગળ રસપ્રદ છે કે, ગોવા જેવું નાનકડું રાજ્ય દર લાખની વસતિએ 65 એટીએમ સાથે દેશમાં સૌથી ટોચનું સ્થાન ધરાવે છે. જો કે, ગોવા પર્યટન ઉદ્યોગ પર નભતું રાજ્ય હોવાથી લગભગ તમામ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બેંકના એટીએમ ગોવામાં આવેલા છે. જો કે, એટીએમની સંખ્યા બાબતે ગુજરાત કરતા વધુ સારી સ્થિતિ તો સિક્કીમ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, લક્ષદ્વીપ અને જમ્મુ-કાશ્મીરની છે. આ રાજ્યોમાં પ્રતિ લાખની વસતિએ ગુજરાતની તુલનામાં વધુ એટીએમ છે. આ કારણે આ રાજ્યોમાં રોકડનો પ્રવાહ વધુ સારો રહે છે અને અહીં છૂટક વ્યાપારની સ્થિતિ પણ ગુજરાત કરતા વધુ સારી છે.છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં એટીએમની સંખ્યા વધવાને બદલે ઘટી એવી અપેક્ષા રખાય છે કે સમય જવાની સાથે દેશભરમાં વિવિધ બેંકના એટીએમની સંખ્યા પણ વધે છે. પરંતુ ગુજરાત તો આ બાબતમાં ય પછાત રહ્યું છે. એસએલબીસી ડેટા જણાવે છે કે, ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન એટીએમની કુલ સંખ્યા વધવાને બદલે ઘટી છે. માર્ચ 2015ના અંતે ગુજરાત રાજ્યમાં 11576 જેટલા એટીએમ હતા. જ્યારે માર્ચ 2019ના અંતે ગુજરાતમાં એટીએમનો આ આંક ઘટીને 11,509 થયો છે. આમ છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં એક પણ નવું એટીએમ ઉમેરાયું તો નથી, ઊલટાનું જે છે તેને પણ બંધ કરવાનો વારો આવ્યો છે.બેન્કિંગ એસોસિયેશનનો બચાવ, એટીએમ ઘટવાની રોકડ ઉપલબ્ધતા પર અસર નહીંગુજરાતમાં છૂટક ઉદ્યોગોની પરિસ્થિતિ કેવી છે તે અંગે વધુ કાંઈ કહેવાની જરૂર નથી. રાજ્યમાં લગભગ તમામ નાના વેપાર-ધંધામાં અત્યારે કેશ ફ્લો સાવ ઘટી ગયો છે. સરકારની ડિજિટલ ઈન્ડિયા મૂવમેન્ટને આના માટે કારણભૂત ગણાવાય છે. પરંતુ વાસ્તવમાં રોકડ મળે તો રોકડમાં ધંધો થાય ને? જો કે, આ પરિસ્થિતિનો બચાવ કરતા બેન્કિંગ એસોસિયેશન તો એમ જ કહે છે કે ગુજરાતમાં નવા એટીએમ સ્થાપવાનું બેન્કોને પોષાય તેમ નથી. જો કે, એટીએમની સંખ્યા ઘટવાથી કાંઈ લોકોની રોકડ સુધી પહોંચ કે ઉપલબ્ધતા પર કોઈ દેખીતી અસર જોવા મળી નથી.

Download Our B K News Today App



Related News