મહારાષ્ટ્ર સરકાર દિલ્હી-મુંબઈ વચ્ચેની ફલાઈટ્સ, ટ્રેન્સ બંધ કરે તેવી શકયતા; કુલ સંક્રમિતોનો આંકડો 90 લાખને પાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 13:13:42
  • Views : 338
  • Modified Date : 2020-11-30 13:15:11

    દિલ્હીમાં સતત વધી રહેલાં સંક્રમણનો ફેલાવો મુંબઈમાં ન થાય એ માટે મહારાષ્ટ્ર સરકારે તાકિદની બેઠક બોલાવી છે અને દિલ્હી-મુંબઈ વચ્ચેની વિમાનસેવા બંધ કરી દેવાનો આદેશ ટૂંક સમયમાં જારી થઈ શકે છે. મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી શાળા-કોલેજ ન ખોલવા અંગે પણ અગાઉ ઉદ્ધવ સરકારે વિચારણા કરી છે. આ સિવાય ટ્રેન બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવે તેવી શકયતા છે. સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવારે CM ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગથી કોરોનાને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.ભારત બાયોટેકની કોવેક્સિનની આજે ત્રીજી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. હરિયાણાના મંત્રી અનિલ વિજ પણ એ વોલેન્ટિયરમાં સામેલ છે, જેમની પર આ વેક્સિનની ટ્રાયલ થઈ રહી છે. અનિલ વિજે કહ્યું હતું કે,મેં આના માટે મારું નામ પણ આપ્યું છે. Covaxinના ત્રીજા તબક્કાની ટ્રાયલ હરિયાણાના રોહતકથી શુક્રવારે થઈ ગઈ છે. મંત્રી અનિલ વિજે પહેલી રસી લગાવડાવી છે. દેશમાં કુલ 25 હજાર 800 લોકો પર વેક્સિનની ટ્રાયલ થવાની છે.ગુજરાત સરકારે અમદાવાદમાં 23 નવેમ્બરની સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધું છે. આ દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્ય સરકારે 23 નવેમ્બરથી શાળા-કોલેજ ખોલવાના તેમના આદેશને પણ રદ્દ કરી દીધો છે.દિલ્હીમાં કોવિડ-19ના વધતા કેસ સામે પહોંચી વળવા માટે સરકારે તૈયારીઓ વધારી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહ સાથેની મીટિંગના 3 દિવસની અંદર જ દિલ્હીમાં 150 ICU અને ટ્રેન કોચમાં 800 કોવિડ-19 બેડ્સ તૈયાર થઈ ગયા છે. આ 800 બેડ શાકુર વસ્તી રેલવે સ્ટેશન પર છે. અહીંયા CAPFના ડોક્ટરને તહેનાત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, હાલ 3652 ICU બેડ છે. જેમની સંખ્યા વધારવા અંગે કામ ચાલી રહ્યુ છે.દિલ્હી સરકારે 90 પ્રાઈવેટ હોસ્પિટલના 60% બેડ્સને કોવિડ-19 દર્દીઓ માટે રિઝર્વ કરી દેવાયા છે. 42 અન્ય હોસ્પિટલના 80% ICU/HDU બેડ્સને પણ કોવિડ દર્દીઓ માટે રિઝર્વ રાખવાનો આદેશ આપી દેવાયો છે.

    દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, તમામ હોસ્પિટલમાં તેનું પાલન કરવાનું રહેશે.હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ પર આજે કોવેક્સિનની ટ્રાયલ થશે. કોવેક્સિનની ફાઈનલ ટ્રાયલ ચાલી રહી છે. વિજે ટ્વિટ કર્યું કે, મેં ટ્રાયલ માટે મારું પણ નામ આપ્યું હતું. ગઈકાલે 11 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં પહેલો ડોઝ આપી દેવાશે. જેનું સુપરવિઝન PGI રોહતકના ડોક્ટર કરશે. વિજ દેશના પહેલા મંત્રી છે જે પોતાની પર વેક્સિનની ટ્રાયલ કરાવી રહ્યાં છે.મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ટેસ્ટિંગ વધારવા અંગે કામ શરૂ થઈ ગયું છે.18 નવેમ્બરે 28 હજાર 708 RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા. નવેમ્બરના છેલ્લા સપ્તાહ સુધી દરરોજ 60 હજાર ટેસ્ટ થવા લાગ્યા.કેન્દ્રએ 10 મલ્ટી ડિસિપ્લિનરી ટીમની રચના પણ કરી છે. જે 100થી વધુ પ્રાઈવેટ હોસ્પિટલ પર નજર રાખશે, સાથે જ ICU અને કોવિડ-19 બેડ્સની જરૂરિયાતો પર કેન્દ્રને રિપોર્ટ સોપશે.છતરપુર વિસ્તારના કોવિડ કેર સેન્ટરમાં હાજર 500 આઈસોલેશન બેડને ઓક્સિજન સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવી છે.

   દિલ્હી રાજ્યમાં ગુરુવારે 7546 લોકો સંક્રમિત થયા. 6685 લોકો રિકવર થયા અને 98 લોકોના મોત થયા. અત્યાર સુધી 8 હજાર 41 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યા પણ વધીને 5 લાખ 10 હજાર 630 થઈ ગઈ છે. જેમાં 43 હજાર 221 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 59 હજાર 368 લોકો સાજા થઈ ચુક્યા છે. 


  મહારાસ્ટ્ર રાજ્યમાં ગુરુવારે 5535 લોકો કોરોના સંક્રમિત થયા છે. 5860 લોકો રિકવર થયા અને 154 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 17 લાખ 63 હજાર 55 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 79 હજાર 738 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 35 હજાર 971 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 46 હજાર 356 થઈ ગઈ છે.


Download Our B K News Today App



Related News