સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- બ્રિટનમાં મળેલા કોરોનાના નવા રૂપથી ગભરાવાની જરૂર નથી, સરકાર એલર્ટ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 13:11:50
  • Views : 363
  • Modified Date : 2020-12-21 13:11:50

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, બ્રિટનમાં મળેલા કોરોના વાઈરસના નવા સ્ટ્રેન અંગે ગભરાવાની જરૂર નથી. સરકાર આ વિશે એલર્ટ છે. બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટેરન VUI-202012/01 મળ્યો છે જેન ઘણો સંક્રમિત ગણાવવામાં આવી રહ્યો છે. ઘણા દેશો બ્રિટન જતી ફ્લાઈટ્સ પહેલાથી જ બંધ કરી દીધી છે. દેશમાં એક્ટિવ કેસ ઘટવાની ગતિ રવિવારે ધીમી રહી હતી. 24 હજાર 589 નવા કેસ નોંધાયા, 25 હજાર 709 દર્દી સાજા થયા અને 330 લોકોનાં મોત થયાં. આ રીતે એક્ટિવ કેસમાં માત્ર 1460નો ઘટાડો થયો, જે 28 નવેમ્બર પછી સૌથી ઓછા છે. ત્યારે માત્ર 965 એક્ટિવ કેસ ઘટ્યા હતા.


    દેશમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમણના 1 કરોડ 56 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 96 લાખ 5 હજાર દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 45 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 3 લાખ 2 હજાર દર્દીની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.બ્રિટનમાં કોરોના વાઈરસના બદલાતા રૂપ(મ્યુટેટેડ વેરિએન્ટ)થી સ્થિતિ બગડી છે, જેને જોતાં કેન્દ્ર સરકારે આજે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની અર્જન્ટ મીટિંગ બોલાવી છે. બ્રિટનમાં સ્થિતિ બગડવાના કારણે લંડન અને અન્ય ઘણા ભાગમાં ફરી લોકાઉન લગાવવું પડ્યું છે.

  •     કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે કહ્યું હતું કે મને અંગત રીતે લાગી રહ્યું છે કે જાન્યુઆરીના કોઈ સપ્તાહમાં વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાશે. આપણે એ સ્થિતિમાં પહોંચી ગયા છીએ. જોકે આપણી પહેલી પ્રાથમિકતા છે કે વેક્સિન સુરક્ષિત અને ઈફેક્ટિવ રહે. તેની સાથે આપણે કોઈપણ પ્રકારની સમજૂતી ન કરી શકીએ. મહારાષ્ટ્રમાં નવા વર્ષ પર રેસ્ટોરાં માટે જાહેર કરવામાં આવેલા SOPમાં કોઈ પ્રકારના ફેરફાર નહીં કરાય. કેબિનેટ મંત્રી અસલમ શેખે આ માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે લોકો નવા વર્ષને સેલિબ્રેટ કરે, પણ નિયમોનું પાલન કરીને કરે. ક્યાંય પણ વધુ લોકોને ભેગા થવાની મંજૂરી નહીં હોય. કોરોનાના વધતા કેસ વચ્ચે મહારાષ્ટ્રમાં અગામી 6 મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આ જાહેરાત કરી.


Download Our B K News Today App



Related News