એક્ટિવ કેસમાં સતત ચોથા દિવસે 5 હજારથી વધુનો ઘટાડો, 4.22 લાખ થઈ ગયા, જે છેલ્લા 133 દિવસમાં સૌથી ઓછા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 13:49:58
  • Views : 349
  • Modified Date : 2020-12-03 13:49:58

    દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડાનો સિલસિલો સતત છ દિવસથી ચાલુ છે. બુધવારે 5059 એક્ટિવ કેસ ઘટ્યા. આ સતત ચોથો દિવસ રહ્યો, જ્યારે પાંચ હજારથી વધુ દર્દી ઘટ્યા. છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 33 હજાર 743 નવા કેસ નોંધાયા, 37 હજાર 301 દર્દી સાજા થયા અને 497 લોકોનાં મોત થયાં. અત્યારસુધી કુલ 95.33 લાખ કેસ નોંધાયા છે, 89.70 લાખ સાજા થઈ ચૂક્યા છે, 1.38 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. કુલ એક્ટિવ કેસ હવે 4.22 લાખ વધ્યા છે, જે 22 જુલાઈ પછી સૌથી ઓછા છે. ત્યારે તેમની સંખ્યા 4.25 લાખ હતી. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)ની તપાસમાં કોરોનાની વેક્સિન કોવિશીલ્ડને ક્લીન ચીટ મળી ગઈ છે. વેક્સિનના ગંભીર એડવર્સ પ્રભાવનો આરોપ લગાવનારા વોલન્ટિયરના દાવામાં DCGIને કોઈ સત્યતા મળી નથી. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.            

      સમાચારના જણાવ્યા પ્રમાણે, DCGIએ વેક્સિનનો ડોઝ લેનારા વોલન્ટિરના ખરાબ સ્વાસ્થ્ય અને વેક્સિન વચ્ચે કોઈ મેળ આવ્યો નથી. DCGIનો આ નિષ્કર્ષ ઈન્ડિપેન્ડેન્ટ એક્સપર્ટ પેનલના રિપોર્ટના આધારે નીકળ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વોલન્ટિયરને કોઈપણ પ્રકારનું વળતર આપવાની જરૂર નથી. આ એક્સપર્ટ પેનલમાં એઈમ્સ નવી દિલ્હી, સફદરગંજ હોસ્પિટલ, PGI ચંદીગઢ, લેડી હાર્ડનિંગ મેડિકલ કોલેજ, મૌલાના આઝાદ મેડિકલ કોલેજના સિનિયર ડોક્ટર્સ સામેલ હતા.કોવિશીલ્ડ વેક્સિનને સીરમ ઈન્સ્ટિટ્યૂટ તૈયાર કરી રહી છે. ચેન્નઈમાં ટ્રાયલ દરમિયાન કોવેક્સિન લગાવનાર 40 વર્ષના વોલન્ટિયરે તેની ગંભીર આડઅસર હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વોલન્ટિયરે કહ્યું હતું કે વેક્સિનનો ડોઝ લીધા પછી તેને ન્યુરોલોજિકલ સમસ્યાઓ(મગજ સાથે જોડાયેલી પરેશાની) શરૂ થઈ ગઈ છે. વોલન્ટિયરે આના માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસેથી 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 95 લાખને પાર થઈ ગયો છે. અત્યારસુધી 95 લાખ 31 હજાર 109 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. 89 લાખ 67 હજાર 902 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 1 લાખ 38 હજાર 627 થઈ ગઈ છે.
  •        રાજસમંદથી ભાજપ સાંસદ અને જયપુરના પૂર્વ ઘરાનાની સભ્ય દિયા કુમારી કોરોના પોઝિટિવ થયાં છે. તેઓ બુધવારે રાજસમંદ ધારાસભ્ય સ્વર્ગસ્થ કિરણ માહેશ્વરીને શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટે જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યાં હતાં.ઓડિશા સરકારે પ્રાઈવેટ લેબમાં RT-PCR ટેસ્ટનો ભાવ 1200થી ઘટાડીને 400 કરી દીધો છે. રાજ્ય સરકારે આના માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. સરકારના જણાવ્યા પ્રમાણે, જુલાઈમાં ટેસ્ટનો ભાવ 2200 રૂપિયા હતો, જે ઓગસ્ટમાં ઘટીને 1200 રૂપિયા કરવામાં આવ્યો હતો.પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જાહેરાત કરી છે કે વેક્સિન ઉપલબ્ધ થયા પછી પંજાબમાં સૌથી પહેલો ડોઝ તેઓ પોતે લેશે. મુખ્યમંત્રીએ કહ્યું, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પાસેથી વેક્સિન અપ્રૂવલ મળ્યા પછી જ્યારે પંજાબમાં વેક્સિન આવશે તો તે પહેલો ડોઝ લેશે.કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ બુધવારે પશ્વિમ બંગાળમાં શરૂ થઈ ગઈ. કોલકાતામાં આનો પહેલો ડોઝ રાજ્યના મંત્રી ફરહદ હકીમે લીધો.


Download Our B K News Today App



Related News