વેક્સિન ટ્રાયલના 14 દિવસ પછી હરિયાણાના મંત્રી પોઝિટીવ; 5 દિવસમાં એક્ટિવ કેસ 38 હજારથી ઓછા થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-05 12:32:25
  • Views : 447
  • Modified Date : 2020-12-05 12:32:25

    હરિયાણાના મંત્રી અનિલ વિજ શનિવારે કોરોના પોઝિટીવ થયા હતા. 20 નવેમ્બરે અંબાલાની એક હોસ્પિટલમાં તેમને ત્રીજા તબક્કાની ટ્રાયલ હેઠળ કો-વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો.તેમણે પોતે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી. તેમણે સંપર્કમાં આવેલા લોકોને ઝડપથી કોરોના ટેસ્ટ કરાવવાની માંગ કરી.દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 96 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા 5 દિવસોમાં એક્ટિવ કેસમાં 38 હજાર 10નો ઘટાડો થયો છે. શુક્રવારે દેશમાં 36 હજાર 711 નવા કેસ નોંધાયા, જ્યારે 42 હજાર 359 લોકોએ કોરોનાને પછાડ્યો છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 510 લોકોના મોત થયા છે.દેશમાં અત્યાર સુધી 96 લાખ 8 હજાર 519 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 4 લાખ 8 હજાર 401 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 90 લાખ 58 હજાર 061 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનરની સંખ્યા હવે 1 લાખ 39 હજાર 737 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 80 દેશોના રાજદ્વારી 9 ડિસેમ્બરે હૈદરાબાદની ભારત બાયોટેક (Bharat Biotech) અને બીઈ લિમિટેડ (Biological E Limited)ની મુલાકાત કરશે.

    પહેલા આ મુલાકાત 4 ડિસેમ્બરે જ થવાની હતી, પણ પછીથી તેને ટાળી દેવાઈ હતી. જેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ચીફ સેક્રેટરી સોમેશ કુમારે શુક્રવારે અધિકારીઓ સાથે બેઠક કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી. અધિકારીઓને કોવિડ-19ના પ્રોટોકોલ હેઠળ રાજદ્વારીઓની મુલાકાત માટે વ્યવસ્થા કરવા માટે કહ્યું. તમામ રાજદ્વારી કોરોનાની તૈયાર થી રહેલી વેક્સિન અંગે વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરશે.સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા મધ્યપ્રદેશ સરકારે મોટી જાહેરાત કરી છે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોવિડના કારણે રાજ્યમાં પહેલા ધોરણથી 8માં ધોરણ સુધીના ક્લાસ 31 માર્ચ સુધી બંધ રહેશે. સાથે જ 5માં અને 8માં ધોરણની બોર્ડની પરીક્ષા પણ નહીં યોજાય.આગામી એકેડમિક સેશનનો 1લી એપ્રિલ 2021થી પ્રારંભ થશે. પહેલાથી 8માં ધોરણ સુધી પ્રોજેક્ટ વર્કના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. ધોરણ 10માં તથા 12માંની બોર્ડની પરીક્ષાઓ લેવાશે. તેમના ક્લાસ ટૂંક સમયમાં શરૂ કરાશે. ક્લાસમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ક્લાસ 9 તથા 11માંના વિદ્યાર્થીઓને સપ્તાહમાં એક અથાવ બે દિવસ શાળમાં બોલાવાશે.

  •     વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક કરી હતી.જેમાં હેલ્થ મિનિસ્ટ્રીએ જે પ્રેઝેન્ટેશન આપી, તેમાં કહેવામાં આવ્યું કે, સૌથી પહેલા 1 કરોડ હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. જેમાં સરકારી જ નહીં, પણ પ્રાઈવેટ સેક્ટરના વર્કર પણ સામેલ થશે. ત્યારપછી લગભગ 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. ફ્રન્ટલાઈન વર્કર્સમાં પોલીસકર્મી, સેનાના જવાન અને મ્યુનિસિપલ વર્કર્સ જેવા લોકો જોડાશે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, રાજધાનીમાં કોરોનાનો પોઝિટીવિટી રેટ 4.78% થઈ ગયો છે. હવે દિલ્હીમાં 12,000થી વધુ બેડ અને 2,013 ICU બેડ ખાલી છે.દિલ્હી સરકારે કોરોનાની વેક્સિન મળતાની સાથે જ લગાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.જેના હેઠળ તમામ હોસ્પિટલ અને નર્સિંગ હોમના હેલ્થ કેર વર્કર્સનો ડેટાબેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. સરકારે એક પબ્લિક નોટિસ જાહેર કરી છે. હેલ્થ વર્કર્સનો ડેટા દિલ્હી સ્ટેટ હેલ્થ મિશનની વેબસાઈટ પર આપવામાં આવેલી લિંક દ્વારા અપલોડ કરવાનો છે.







Download Our B K News Today App



Related News