છેલ્લા 24 કલાકમાં માત્ર 18 હજાર 575 સંક્રમિત નોંધાયા, આ મહિને ત્રીજી વખત આ આંકડો 20 હજારથી ઓછો રહ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 11:53:15
  • Views : 399
  • Modified Date : 2020-12-27 11:53:15


    દેશમાં કોરોનાના દર્દી ફક્ત સાજા જ નથી થઈ રહ્યાં, પણ હવે નવા કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે માત્ર 18 હજાર 575 નવા દર્દી નોંધાયા. 21 હજાર 466 સાજા થઈ ગયા, જ્યારે 280 લોકોના મોત થઈ ગયા. એક્ટિવ કેસમાં 3181નો ઘટાડો થયો. એક્ટિવ કેસનો અર્થ જે દર્દીઓની સારવાર ચાલી રહી છે.ડિસેમ્બરમાં ત્રીજી વખત છે, જ્યારે નવા કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. આ પહેલા 16 ડિસેમ્બરે 18 હજાર 172 દર્દી મળ્યા, 21 ડિસેમ્બરે 19 હજાર 147 અને 26 ડિસેમ્બરે 18 હજાર 575 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ નોંધાયો. આ પહેલા 1લી જુલાઈએ 19 હજાર 430 કેસ નોંધાયા હતા. પછી 15 ડિસેમ્બર સુધી એક વાર પણ આ આંકડો 20 હજારથી ઓછો નથી થયો.દેશમાં અત્યાર સુધી 1.01 કરોડ કેસ નોંધાઈ ચૂક્યાં છે. 97.60 લાખ દર્દી સાજા થઈ ચૂક્યાં છે. જ્યારે 1.47 લાખ લોકોના મોત થઈ ચૂક્યાં છે. હવે આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

    એક્ટિવ દર્દીઓના કેસમાં ભારત હવે દુનિયાનો 10મો દેશ બની ગયો છે. અહીં હવે 2.80 લાખ એક્ટિવ દર્દી છે. આ કેસમાં અમેરિકા પહેલા નંબરે છે. અહીં સૌથી વધુ 76 લાખ એક્ટિવ કેસ છે.કોરોના વેક્સિનના આવવાના એંધાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે શનિવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષે યોજાનારી CBSE બોર્ડ પરીક્ષાઓનું ટાઈમ ટેબલ 31 ડિસેમ્બરે જાહેર કરી દેવાશે.બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને અટકાવવા માટે શનિવારે કોવિડ-19 પર બનાવાયેલી નેશનલ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ. જેમાં સ્વાસ્થ્ય વિભાગ નીતિ આયોગ અને ICMRના નિષ્ણાત સામેલ થયા. તમામે કોરોનાના નવા સ્ટ્રેન પ્રમાણે દેશમાં ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને સર્વિલાન્સ અંગે વાતચીત કરી.તેલંગાણા અને ઈન્દોરમાં બ્રિટનથી આવતા 2-2 યાત્રિ કોરોના સંક્રમિત થયા છે.પશ્વિમ બંગાળમાં 10માંની બોર્ડની પરીક્ષા 1થી 10 જૂન સુધી યોજાશે. એજ્યુકેશન બોર્ડ તેના માટે નોટિફીકેશન જાહેર કરી દીધું છે.26 જાન્યુઆરી અને આર્મી ડેની પરેડમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચેલા સેનાના 150 જવાન સંક્રમિત થયા છે. દેશભરમાંથી લગભગ 2000 જવાન રિહર્સલ કરવા દિલ્હી પહોંચ્યા

Download Our B K News Today App



Related News