24 કલાકમાં એક્ટિવ કેસમાં 7.5 હજારનો વધારો થયો, આ 98 દિવસમાં સૌથી વધારે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-26 14:01:17
  • Views : 399
  • Modified Date : 2020-11-26 14:01:17

    દેશમાં ફરી એકવાર નવા કેસની સંખ્યા વધી રહી છે અને તેની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. એમાં એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 44,699 નવા કેસ આવ્યા, 36,582 દર્દી સાજા થયા અને 518 લોકોનાં મોત થયાં છે. આ રીતે સારવાર કરાવતા દર્દીઓની સંખ્યા એટલે કે એક્ટિવ કેસમાં 7,586નો વધારો થયો છે. તે 19 ઓગસ્ટ પછી સૌથી વધારે છે, ત્યારે દર્દીઓની સંખ્યા 8847 દર્દી વધ્યા હતા.કુલ એક્ટિવ કેસનો આંકડો પણ 9 દિવસ પછી વધીને સાડાચાર લાખને પાર થઈ ગયો છે. એ પહેલાં 16 નવેમ્બરે 4.53 લાખ એક્ટિવ કેસ હતા. એ ઘટીને 23 નવેમ્બરે સૌથી ઓછા 4.37 હજાર થઈ ગયા હતા. દેશમાં અત્યારસુધીમાં કોરોનાના 92.66 લાખ કેસ આવી ચૂક્યા છે. એેમાં 86.77 લાખ દર્દી સાજા થઈ ગયા છે અને 1.35 લાખ લોકોનાં મોત થયાં છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.દેશમાં હવે 20 રાજ્ય એવાં છે જ્યાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ફરી વધવા લાગી છે. તેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ પણ સામેલ છે. આ રાજ્યોમાં રોજના સાજા થતા દર્દીઓ કરતાં નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે અહીં કોરોનાની બીજી લહેરનો પ્રવેશ થઈ ગયો છે. જો આ જ સ્થિતિ રહેશે તો આગામી 3-4 દિવસમાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ જશે.

   અલાહાબાદ હાઈકોર્ટે બુધવારે ઉત્તરપ્રદેશમાં કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે રાજ્ય સરકારને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફેસ માસ્કના નિયમોનું સખતાઈથી પાલન કરાવવા, સાથે જ તેમની પર ડ્રોનથી નજર રાખવાનો આદેશ આપ્યો છે.પંજાબનાં તમામ શહેરોમાં 1લી ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યૂ રહેશે. આ કર્ફ્યૂ રાતે 10 વાગ્યાથી સવરે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલા નિયમ તોડવા માટે 1000 રૂપિયાનો દંડ ફટકારાશે. હોટલ, રેસ્ટોરાં, અને વેડિંગ વેન્યુ રાત સાડાનવ સુધી બંધ કરી દેવાનાં રહેશે.લખનઉમાં 1 ડિસેમ્બર સુધી કલમ-144 લાગુ કરી દેવાઈ છે.આ દરમિયાન એકસાથે 4 લોકોથી વધુ એક સ્થળ પર એકઠા નહીં થઈ શકે. તંત્રએ સૂચના આપી છે કે નિયમ તોડનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે.કેન્દ્રએ બુધવારે કોરોના અંગે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેમાં રાજ્યોને સખતાઈ અને સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યોની સ્થિતિ પ્રમાણે પ્રતિબંધ લાગુ કરવાની છૂટ આપવામાં આવી છે. તે કન્ટેન્મેન્ટ ઝોનમાં નાઈટ કર્ફ્યૂ પણ લગાવી શકે છે. જોકે કન્ટેન્મેન્ટ ઝોનની બહાર સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવા માટે કેન્દ્રએ મંજૂરી લેવી પડશે. આ ગાઈડલાઈન્સ 1લી ડિસેમ્બરથી લાગુ થશે.મધ્યપ્રદેશના સાગરમાં તહેનાત કોવિડ-19 મેડિકલ ઓફિસર શુભમ ઉપાધ્યાયનું બુધવારે કોરોનાથી મોત થયું છે. તેઓ 26 વર્ષના હતા. તેમણે ભોપાલની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સાગરના સરકારી બુંદેલખંડ મેડિકલ કોલેજમાં પોસ્ટેડ હતા.ગુજરાતરાજ્યમાં બુધવારે 1540 લોકો કોરોના સંક્રમિત થયા છે. 1283 દર્દીને સાજા થયા પછી ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે 14 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં રાજ્યમાં 2 લાખ 1 હજાર 949 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 14 હજાર 187 દર્દીની સારવાર ચાલી રહી છે. 1 લાખ 83 હજાર 856 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી મરનારની સંખ્યા હવે 3906 થઈ ગઈ છે.

    દિલ્હી રાજધાની દિલ્હીમાં બુધવારે 99 દર્દીનાં મોત થયા હતા. અત્યારસુધીમાં 8720 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકની અંદર 5246 લોકો સંક્રમિત થયા છે. 5361 લોકો રિકવર થયા. અત્યારસુધીમાં 5 લાખ 45 હજાર 787 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 38 હજાર 287 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 98 હજાર 780 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 8720 થઈ ગઈ છે.મધ્યપ્રદેશરાજ્યમાં બુધવારે 1773 નવા દર્દી નોંધાયા. 996 લોકો રિકવર થયા અને 14 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 1 લાખ 98 હજાર 284 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 13 હજાર 742 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 81 હજાર 345 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3197 થઈ ગઈ છે.રાજ્યમાં બુધવારે 6159 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ દર્દીઓનો આંકડો વધીને હવે 17 લાખ 95 હજાર 959 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 4844 લોકો સાજા થયા અને 65 લોકોનાં મોત થઈ ગયાં છે. અત્યારસુધીમાં 16 લાખ 63 હજાર 723 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 46 હજાર 748 થઈ ગઈ છે.બુધવારે રાજ્યમાં 3258 નવા દર્દી નોંધાયા. 2144 લોકો સાજા થયા અને 18 લોકોનાં મોત થયાં. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 53 હજાર 767 થઈ ગઈ છે, જેમાં 26 હજાર 320 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 25 હજાર 229 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને 2218 થઈ ગઈ છે.


Download Our B K News Today App



Related News