કોરોનાની એ જ રફતાર, આજે ફરી આવ્યા 18 હજારથી વધારે કેસ, 39 દર્દીઓનાં મોત, જાણો કેટલે પહોંચ્યો એક્ટિવ કેસનો આંકડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 10:33:57
  • Views : 262
  • Modified Date : 2022-07-08 10:33:57


કોરોનાની એ જ રફતાર, આજે ફરી આવ્યા 18 હજારથી વધારે કેસ, 39 દર્દીઓનાં મોત, જાણો કેટલે પહોંચ્યો એક્ટિવ કેસનો આંકડો


ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ફરી એકવાર ચોંકાવનારો વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,815 કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાથી ચેપગ્રસ્ત 15,899 દર્દીઓ રિકવર થયા છે. આ તરફ કોરોના કહેરના કારણે 38 દર્દીઓનાં મોત થયાનું પણ સામે આવ્યું છે. 


દેશમાં કુલ સક્રિય કેસ 1,22,335


ભારતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ગઇકાલે દેશમાં 18,930 કેસ નોંધાયા બાદ આજે ફરી એકવાર તેમાં વધારો થતાં 18,815 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં હાલની સ્થિતિએ કુલ સક્રિય કેસ 1,22,335 છે. તો દૈનિક હકારાત્મકતા દર 4.96% નોંધાયો છે. 


ગઇકાલના આંકડા પન ચોંકાવનારા હતા


ગઇકાલે ભારતમાં 18,930 કેસ નોંધાયા હતા આ સિવાય કોરોનાને કારણે 35 લોકોના મોત થયા હતા. આ સાથે સક્રિય કેસ પણ વધીને 1,19,457 થઈ ગયા હતા. જ્યારે સકારાત્મકતા દર વધીને 4.32% થઈ ગયો હતો. 


 


Download Our B K News Today App



Related News