કોરોનાથી પણ જીવલેણ છે વાયુ પ્રદૂષણ; જેમના ઘર રસ્તાની પાસે છે, તેમને બીમારીઓનું વધારે જોખમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 13:08:59
  • Views : 441
  • Modified Date : 2020-12-27 13:08:59

    વાયુ પ્રદૂષણ એ કોરોનાવાઈરસથી પણ વધારે જોખમકારક છે. તેના પુરાવા તાજેતરમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક રિપોર્ટમાં મળ્યા છે. આ રિપોર્ટના અનુસાર, 2019માં વાયુ પ્રદૂષણના કારણે ભારતમાં 16.7 લાખ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ આંકડો 2020માં દેશમાં કોરોના મહામારીથી થયેલા કુલ મોતથી લગભગ 12 ગણો વધારે છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 1.47 લાખ લોકોના મૃત્યુ થયા છે.


એટલું જ નહીં વાયુ પ્રદૂષણના કારણે દેશને 2.60 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. અત્યારે દેશમાં લગભગ 14 કરોડ લોકો ખરાબ હવામાં શ્વાસ લેવામાં મજબૂર છે. દુનિયાના 20 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં જ છે. આવી સ્થિતિમાં ખરાબ હવા સ્વાસ્થ લોકોને પણ બીમાર કરી રહી છે અને પહેલાથી બીમાર લોકો માટે જીવલેણ બની રહી છે.એઈમ્સ (AIIMS) દિલ્હીમાં રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ઉમા કુમારી કહે છે કે વાયુ પ્રદૂષણથી તમામ પ્રકારના નોન કમ્યુનિકેબલ ડિસીઝનું જોખમ રહે છે. હાર્ટ, કાર્ડિયોવેસ્ક્યુલર, ઓટો ઈમ્યુન ડિસીઝનું સૌથી વધારે જોખમ રહે છે.


    તાજેતરમાં બ્રિટનમાં થયેલી એક સ્ટડી અનુસાર, એર પોલ્યુશન વધારે થવાથી કોરોના થવાની આશંકા વધી જાય છે. એર પોલ્યુશનના કારણે ઓઝોનનું લેઅર ડેમેજ થઈ રહ્યું છે. તેનો સીધો સંબંધ અલ્ટ્રા વાયોલેટ કિરણો સાથે છે. તેમજ તેનાથી શરીરમાં વિટામિન Dની ઉણપ પણ સર્જાય શકે છે.ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, રિસર્ચના પરિણામ દર્શાવે છે કે વાયુ પ્રદૂષણ ફેફસાં સંબંધિત બીમારીઓના 40 ટકા કેસ માટે જવાબદાર છે.હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને સમય પહેલા જન્મ લેતા નવજાતના મોત માટે વાયુ પ્રદૂષણ 60 ટકા સુધી જવાબદાર છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વાયુ પ્રદૂષણને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભારતને મોટું નુકસાન ભોગવવું પડશે.વાયુ પ્રદૂષણથી થતાં મૃત્યુ, બીમારી અને આર્થિક નુક્સાનને કારણે ભારતનું 2024 સુધી 5 ટ્રિલિયલ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું સપનું પણ તૂટી શકે છે


    ભારતમાં વાયુ પ્રદૂષણ રોકવા માટે વર્ષ 1981માં એક એર એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 40 વર્ષમાં આ એક્ટ હેઠળના કેસોની સંખ્યા નહિવત છે. તો આ 40 વર્ષોમાં દેશના શહેરોમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે.


Download Our B K News Today App



Related News