કોરોનાથી પણ જીવલેણ છે વાયુ પ્રદૂષણ; જેમના ઘર રસ્તાની પાસે છે, તેમને બીમારીઓનું વધારે જોખમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 12:16:12
  • Views : 479
  • Modified Date : 2020-12-27 12:16:12

    વાયુ પ્રદૂષણ એ કોરોનાવાઈરસથી પણ વધારે જોખમકારક છે. તેના પુરાવા તાજેતરમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક રિપોર્ટમાં મળ્યા છે. આ રિપોર્ટના અનુસાર, 2019માં વાયુ પ્રદૂષણના કારણે ભારતમાં 16.7 લાખ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ આંકડો 2020માં દેશમાં કોરોના મહામારીથી થયેલા કુલ મોતથી લગભગ 12 ગણો વધારે છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 1.47 લાખ લોકોના મૃત્યુ થયા છે.એટલું જ નહીં વાયુ પ્રદૂષણના કારણે દેશને 2.60 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. અત્યારે દેશમાં લગભગ 14 કરોડ લોકો ખરાબ હવામાં શ્વાસ લેવામાં મજબૂર છે. દુનિયાના 20 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં જ છે. આવી સ્થિતિમાં ખરાબ હવા સ્વાસ્થ લોકોને પણ બીમાર કરી રહી છે અને પહેલાથી બીમાર લોકો માટે જીવલેણ બની રહી છે.

    એઈમ્સ (AIIMS) દિલ્હીમાં રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ઉમા કુમારી કહે છે કે વાયુ પ્રદૂષણથી તમામ પ્રકારના નોન કમ્યુનિકેબલ ડિસીઝનું જોખમ રહે છે. હાર્ટ, કાર્ડિયોવેસ્ક્યુલર, ઓટો ઈમ્યુન ડિસીઝનું સૌથી વધારે જોખમ રહે છે.તાજેતરમાં બ્રિટનમાં થયેલી એક સ્ટડી અનુસાર, એર પોલ્યુશન વધારે થવાથી કોરોના થવાની આશંકા વધી જાય છે. એર પોલ્યુશનના કારણે ઓઝોનનું લેઅર ડેમેજ થઈ રહ્યું છે. તેનો સીધો સંબંધ અલ્ટ્રા વાયોલેટ કિરણો સાથે છે. તેમજ તેનાથી શરીરમાં વિટામિન Dની ઉણપ પણ સર્જાય શકે છે.ICMRના રિપોર્ટ પ્રમાણે, ઈન્ડોર વાયુ પ્રદૂષણથી થતા મોતમાં 1990થી 2019 સુધી 64 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. પરંતુ ઈન્ડોર હવામાં રહેલા પ્રદૂષણથી થતા મોતમાં 115 ટકા સુધીનો વધારો થયો છે.

  •     ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, રિસર્ચના પરિણામ દર્શાવે છે કે વાયુ પ્રદૂષણ ફેફસાં સંબંધિત બીમારીઓના 40 ટકા કેસ માટે જવાબદાર છે.હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને સમય પહેલા જન્મ લેતા નવજાતના મોત માટે વાયુ પ્રદૂષણ 60 ટકા સુધી જવાબદાર છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વાયુ પ્રદૂષણને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભારતને મોટું નુકસાન ભોગવવું પડશે.વાયુ પ્રદૂષણથી થતાં મૃત્યુ, બીમારી અને આર્થિક નુક્સાનને કારણે ભારતનું 2024 સુધી 5 ટ્રિલિયલ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું સપનું પણ તૂટી શકે છે.
  • 1. વાયુ પ્રદૂષણના જોખમો પ્રત્યે જાગૃતતા જરૂરી છે.
    2. સરકારે વાયુ પ્રદૂષણ રોકવા માટે મોટા અને કડક પગલાં લેવા પડશે.
    3. સામાન્ય લોકોએ પણ વાયુ પ્રદૂષણ રોકવાના પ્રયાસમાં પોતાનો સહકાર આપવો પડશે.

    ડૉક્ટર ઉમા જણાવે છે કે સૌથી મોટો રોલ ગાડીઓથી થતાં પોલ્યુશનનો છે. ગાડીમાંથી નીકળતા ધૂમાડા અને ધૂળ બંને સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક છે. અમે કેટલાક સમય પહેલાં એક રિસર્ચ કર્યું હતું. તેમાં જોવા મળ્યું કે જેમનું ઘર મુખ્ય રસ્તાની નજદીક હોય છે તેમનામાં ઓટો ઈમ્યુન ડિસીઝનું જોખમ એટલું વધારે હોય છે. અમે તેને સરોગેટ પોલ્યુશન નામ આપ્યું છે. તેથી બને તો ઘર મુખ્ય રસ્તાની દૂર હોવું જોઈએ.આ સિવાય એર પોલ્યુશન માત્ર આઉટડોર જ નહિ બલકે ઈન્ડોર પણ થાય છે. બંને પ્રકારથી સ્વાસ્થ્યને નુક્સાન થાય છે. ઈન્ડોર પોલ્યુશનથી બચવા માટે તમે એર પ્યોરિફાયર લગાવી શકો છો.

  •     AIIMS દિલ્હીમાં DM કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સંજય કુમાર ચુઘ કહે છે કે, ટોબેકો પોલ્યુશન એર પોલ્યુશન કરતાં પણ ખતરનાક છે. આ સિવાય વોટર, ફૂડ, નોઈઝ પોલ્યુશન પણ જોખમી છે. તેથી આપણે એર સાથે અન્ય પોલ્યુશનથી પણ દૂર રહેવું જોઈએ.એર પોલ્યુશન શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા દર્દીઓ માટે વઘુ ઘાતક છે. હવામાં પ્રદૂષણ હોવાથી ઓક્સીજનનું લેવલ ઓછું થઈ જાય છે. તેને લીધે થાક લાગે છે અને કાર્યક્ષમતા ઘટી જાય છે.ભારતમાં વાયુ પ્રદૂષણ રોકવા માટે વર્ષ 1981માં એક એર એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 40 વર્ષમાં આ એક્ટ હેઠળના કેસોની સંખ્યા નહિવત છે. તો આ 40 વર્ષોમાં દેશના શહેરોમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે.

Download Our B K News Today App



Related News