'ડાન્સ દિવાને'ના સેટ પર કોરોના વિસ્ફોટ, માધુરી દીક્ષિત બ્રેક લઈને માલદિવ્સ પહોંચી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 14:27:17
  • Views : 453
  • Modified Date : 2021-03-31 14:27:17

    મહારાષ્ટ્ર તથા દેશમાં કોરોનાનો આંકડો ભયજનક રીતે આગળ વધી રહ્યો છે. ટીવી તથા બોલિવૂડમાં પણ સેલેબ્સ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. હાલમાં જ માધુરી દીક્ષિતના રિયાલિટી શો 'ડાન્સ દિવાને 3'માં 18 ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ થયા છે. આ સમાચાર બાદ શોના અન્ય સભ્યો ઘણાં જ ડરી ગયા છે. એક તરફ શોમાં કોરોના વિસ્ફોટ થયો છે તો બીજી બાજુ માધુરી દીક્ષિત શોમાંથી બ્રેક લઈને માલદિવ્સ વેકેશન મનાવવા ગઈ છે.માધુરી ઉપરાંત ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ માલદિવ્સમાં છે. દીયા મિર્ઝાએ પતિ વૈભવ સાથે માલદિવ્સમાં હનિમૂન મનાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અનલૉકની શરૂઆત થઈ ત્યારે સેલેબ્સ વેકેશન મનાવવા માટે માલદિવ્સ ગયા હતા. તાપસી પન્નુ, વરુણ ધવન, ટાઈગર શ્રોફ-દિશા પટ્ટણી, એલી અવરામ, મૌની રોય, અંગદ બેદી-નેહા ધૂપિયા, નાગ ચૈતન્ય-સમંથા, કેટરીના કૈફ સહિતના ઘણાં સેલેબ્સ માલદિવ્સ ગયા હતા. બોલિવૂડ તથા સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે માલદિવ્સમાં પોતાનું હનિમૂન એન્જોય કર્યું હતું.

    'ડાન્સ દિવાને'ના મેકર્સે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, 'અમારા શો સાથે જોડાયેલા કેટલાંક ક્રૂ મેમ્બર્સ કોવિડ પોઝિટિવ આવ્યા છે. તેમને તાત્કાલિક મેડિકલ સુવિધા આપવામાં આવી છે અને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સુરક્ષા સાથે જોડાયેલી તમામ સેફ્ટી પ્રોસિઝર્સને ધ્યાનમાં લેવામાં આવી છે અને સેટને પૂરી રીતે સેનિટાઈઝ કરવામાં આવ્યો છે. અમે અમારા ક્રૂ મેમ્બર્સની સુરક્ષા તથા તબિયતને સતત મોનીટર કરી રહ્યાં છીએ અને નક્કી કરેલી ગાઈડલાઈન્સ પ્રમાણે તમામ પ્રિકોશન્સ ફોલો કરીશું.'

    FWICEના પ્રેસિડન્ટ અશોક દુબેના મતે, દરેક વખતે કાસ્ટ તથા ક્રૂનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આગામી શૂટિંગ 5 એપ્રિલના રોજ છે. તેમની પાસે પૂરતો સમય છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે, તેઓ જ કામ કરશે. આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. દર વખતે ટેસ્ટ કરાવવામાં આવ્યો હોવા છતાંય એક સાથે આટલા બધા ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140