તાજમહેલ વિવાદ : જગદગુરુ પરમહંસાચાર્યને તાજમહેલમાં ના મળી એન્ટ્રી, કહ્યું- ભગવાના કારણે અંદર જતા રોક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 12:26:32
  • Views : 216
  • Modified Date : 2022-04-27 12:26:32

વિવાદ : જગદગુરુ પરમહંસાચાર્યને તાજમહેલમાં ના મળી એન્ટ્રી, કહ્યું- ભગવાના કારણે અંદર જતા રોક્યો

 

અયોધ્યાની તપસ્વી છાવણીના જગદ્નગુરુ પરમહંસાચાર્યએ તેમને આગરા તાજમહેલમાં જતા રોકવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, ભગવો પહેર્યો હોવાથી તેમને રોકવામાં આવ્યા હતા. જોકે, ઓફિસરોએ દાવો કર્યો છે કે, જગદ્નગુરુને લોખંડનું બ્રહ્મદંડ અંદર લઈ જવાની ના પાડવામાં આવી હતી. વિવાદ વધતા ઓફિસરોએ માફી પણ માંગી હતી.

શિવલિંગ જોવા પહોંચ્યા હતા
પરમહંસાચાર્યએ કહ્યું કે, તેઓ તાજમહેલમાં દબાયેલું શિવલિંગ જોવા પહોંચ્યા હતા. સાંજે 5.35 વાગે તેમના શિષ્યો સાથે તાજમહેલમાં પ્રવેશ કર્યો તો ત્યાં હાજર CISF જવાનોએ તેમને રોક્યા. તેમણે સંતના ભગવા કપડા અને બ્રહ્મદંડનો વિરોધ કર્યો હતો.
અહીં વાતચીત થયા પછી તેમણે ટિકિટ લીધી હતી. તેમના શિષ્યોએ અધિકારીઓનો ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો તો તેમને મોબાઈલ છીનવી લેવામાં આવ્યો હતો.

CISF કર્મચારીઓને ભગવા કપડાથી તકલીફ હતી
પરમહંસાચાર્યએ જણાવ્યું કે, અલીગઢના એક ભક્ત પરિવારમાં એક મહિલાની તબિયત ખરાબ થઈ હતી. તેને આશિર્વાદ આપવા તેઓ અલીગઢ સુધી આવ્યા હતા. ત્યારપછી તેઓ તેમના 3 શિષ્યો સાથે આગરા પહોંચ્યા હતા. ત્યાં તાજમહેલ જોયો. તેમની સાથે સરકારી ગનર પણ હાજર હતો. શમશાન ઘાટથી તેઓ તાજમહેલ જોવા નીકળ્યા હતા. ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેમનો પરિચય મેળવીને તેમને ગોલ્ફ કાર્ટમાં બેસાડીને પશ્ચિમ ગેટ તરફ મોકલી દીધો હતો.

મથુરા, અયોધ્યા અને કાશીમાં બ્રહ્મદંડને કોઈએ નથી રોક્યું
પરમહંસાચાર્યના શિષ્ય પરમહંસે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મથુરા, અયોધ્યા અને કાશી જે દરેક જગ્યાએ મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ હતો ત્યાં પણ બ્રહ્મદંડને લઈ જવાની કોઈએ ના નથી પાડી. બ્રહ્મદંડ લોખંડનું નહીં પણ લાકડાનું હોય છે. તે ઉપરાંત અમે ભગવો પહેર્યો હોવાથી અમને અંદર જતા રોકવામાં આવ્યા હતા.

પર્યટકોએ મજાક ઉડાવી તો પણ સંત હસતા રહ્યા
પરમહંસાચાર્યએ આગળ જણાવ્યું કે, ત્યાં ઉભેલા એક દક્ષિણ ભારતીય પર્યટકે મજાક ઉડાવતા કહ્યું કે, તમારે દાઢી છે, ટોપી પહેરી લેતા તો કામ થઈ જતું. ભગવો પહેરીને કેમ આવ્યા છો? પરમહંસાચાર્યના શિષ્ય પરમહંસે જણાવ્યું કે, અમને ગેટ પર કહેવામાં આવ્યું કે, યોગીજીએ પણ ભગવો પહેર્યો હતો તો તેમને પણ રોકવામાં આવ્યા હતા. અમે ઈચ્છીએ છીએ કે દોષિતો સામે કડક કાર્યવાહી થાય.

પૂજા કરતું દંપતિ પકડાયું
નોંધનીય છે કે, મંગળવારે તાજમહેલના સેન્ટ્રલ ટેન્ક પર ભગવાનનો ફોટો મુકીને પુજા કરતું એક દંપતિ પકડાયું હતું. ત્યાર પછી તેમને ખબર નહતી એવું કહીને માફી માંગતા તેમને છોડી દેવામાં આવ્યા હતા.

પરમહંસાચાર્ય હંમેશા વિવાદોમાં રહ્યા છે
ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં, ઈસાઈ અને મુસ્લિમોની નાગરિકતા રદ કરવાની માંગ વિશે પરમહંસાચાર્યએ જળસમાધિની જાહેરાત કરી હતી. જોકે પોલીસે તેમને ઘરમાં જ નજરકેદ કરી લીધા હતા અને તેઓ જળસમાધિ લઈ શક્યા નહતા.

 

 

Download Our B K News Today App



Related News