રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રામાં પાકિસ્તાની ઝંડાથી સોશ્યલ મીડિયામાં વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 13:19:05
  • Views : 286
  • Modified Date : 2022-10-07 13:19:05

    રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાના નામે રેલીનો એક વિડીયો ખુબજ વાયરલ થતો જાેવા મળ્યો છે. જેમાં દેખી શકાય છે કે, લોકોની ભીડના હાથમાં ઇસ્લામિક ઝંડા સાથે રેલી નીકાળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કોંગ્રેસની ભારત જાેડો યાત્રાનો છે. જેમાં લોકોએ પાકિસ્તાની ઝંડો લહેરાતો જાેવા મળ્યો છે.આ વાયરલ વીડિયોમાં જાેઇ શકાય છે કે, લોકોની ભીડ ઝંડાની સાથે એક બેનર લઇને ચાલી રહી છે. જેમાં બેનર ઉપર રાહુલ ગાંધીના ફોટોની સાથે રાહુલજી લીડર ઓફ ડેમોક્રેટિક ઇન્ડિયા અને આ બેનરની નીચે લખ્યું હતું કે, ઇન્ડિયન યુનિયન મુસ્લીમ લીગ.આ સોશ્યલ મીડિયામાં ફરી રહેલા વિડીયોની તપાસ કરતાં માલુમ પડયું છે કે, ઇન્ડિયન મુસ્લીમ લીગના ઝંડાની ફોટો ગુગલમાં સર્ચ કરતાં માલુમ પડ્યું કે આ ઇન્ડિયન યુનિયન મુસ્લીમ લીગનો જ ફલેગ છે.પરંતુ ભારત જાેડો યાત્રા સાથે કોઇ સંબંધ નથી. જેથી સોશ્યલ મીડિયા પર ફરી રહેલો વિડીયો ખોટો છે. વીડિયોમાં લોકોના હાથમાં દેખાઇ રહેલો ઝંડો પાકિસ્તાનનો નહિં,પણ ઇન્ડિયન યુનિયન મુસ્લીમ લીગનો છે. 

Download Our B K News Today App



Related News