‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પહેલાં ‘લક્ષ્મી’, ‘બિલ્લુ’ અને ‘પદ્માવત’ સહિત અનેક ફિલ્મનાં નામ વિવાદોને લીધે બદલવા પડ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 17:21:21
  • Views : 343
  • Modified Date : 2021-03-09 17:21:21

    આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રિલીઝ થયા પહેલાં વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્ય અમીન પટેલે માગ કરી છે કે આ ફિલ્મનું નામ બદલી નાખવું જોઈએ, કેમ કે એનાથી ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારનું નામ બદનામ થાય છે. આવું કોઈ પહેલીવાર નથી થયું કે કોઈ ફિલ્મ રિલીઝ પહેલાં તેના નામને લઈને વિવાદ શરૂ થયા હોય. આની પહેલાં પણ અનેક વિવાદોને લીધે ફિલ્મના નામ બદલવાનો વારો આવ્યો છે. જાણીએ, આવી ફિલ્મ્સ અને તેની સાથે જોડાયેલા વિવાદો

    વર્ષ 2020ની અક્ષય કુમાર અને કિઆરા અડવાણી સ્ટારર ફિલ્મ રિલીઝ થયા પહેલાં વિવાદોમાં આવી ગઈ હતી. ટ્રેલરમાં મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની લવ સ્ટોરી દેખાડી હતી. આ કારણે ફિલ્મનું નામ લવ જેહાદ સાથે જોડ્યું હતું. એ પછી ફિલ્મનાં નામને લીધે વાંધો થયો. રાજકારણીઓ અને એક્ટર મુકેશ ખન્ના સહિત ઘણા લોકોએ બોમ્બ સાથે દેવી લક્ષ્મીનું નામ વાપરવા બદલ ટીકા કરી. વિવાદ વધી જતા મેકર્સે લક્ષ્મી બોમ્બનું નામ ‘લક્ષ્મી’ કર્યું. આ ફિલ્મ સાઉથની કંચના ફિલ્મની હિન્દી રીમેક હતી.

    શાહરુખ ખાન, ઈરફાન ખાન અને લારા દત્ત સ્ટારર ફિલ્મ બિલ્લુનું નામ પહેલાં બિલ્લુ બાર્બર રાખ્યું હતું. ફિલ્મના ટાઇટલમાં બાર્બર શબ્દ હોવાને લીધે એક કમ્યુનિટીએ વિરોધ કર્યો હતો. ટાઇટલને લીધે વિવાદ વધ્યો ત્યારે મેકર્સે ફિલ્મમાંથી બાર્બર નામ કાઢીને માત્ર ‘બિલ્લુ’ કર્યું.

    ​​​​​​​26 જાન્યુઆરી,2019ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા નામને લીધે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. ફિલ્મનું નામ પહેલાં મેન્ટલ હૈ ક્યાં રાખ્યું હતું પણ આ નામ પર સાઈક્યાટ્રિક સોસાયટીના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ મૂક્યો કે, ટાઇટલમાં મેન્ટલ શબ્દ હોવાને લીધે આ વાત મેન્ટલ તકલીફથી પીડિત લોકો માટે અપમાન સમાન છે. ફિલ્મના પ્રોડક્શન હાઉસે નામ બદલીને ‘જજમેન્ટલ હૈ ક્યા’ કર્યુ.

    પ્રભુદેવા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી આર રાજકુમાર વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નામ પહેલાં ‘રેમ્બો રાજકુમાર’ હતું. ત્યારબાદ તેનું નામ બદલવું પડ્યું હતું. હોલિવુડ ફિલ્મ રેમ્બોનો આ નામ પર કોપીરાઈટ છે તેનો ઉપયોગ કરવા પર ફિલ્મ લિગલ વિવાદોમાં ફસાઈ શકતી હતી. ફિલ્મના નામ સાથે શાહિદ કપૂરના કેરેક્ટરનું નામ પણ બદલવામાં આવ્યું હતું.

    દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ પદ્માવત ઘણા કારણોસર વિવાદોમાં રહી હતી. કરણી સેનાએ આખા દેશમાં ફિલ્મ રિલીઝ બૅન કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોનો આરોપ હતો કે ફિલ્મમાં ઘણા તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાં હતાં. સાથે જ રાજપૂત સમુદાયને ખોટા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિવાદોમાં આવ્યા બાદ 1 ડિસેમ્બર 2017ના રોજ રિલીઝ થનાર આ ફિલ્મને ડોક્યુમેન્ટેશનની ઊણપને કારણે રોકવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક સીન્સ અને ટાઈટલમાં ફેરફાર કર્યા બાદ ફિલ્મ 25 જાન્યુઆરી, 2018ના રોજ રિલીઝ થઈ હતી.

    2013માં રિલીઝ થયેલી ‘મદ્રાસ કેફે’રાજીવ ગાંધી હત્યાકાંડ પર બનાવવામાં આવી હતી. ફિલ્મમાં રાજકીય પાર્ટીની નેગેટિવ ઈમેજ દર્શાવાઈ હતી. તેના માટે તેને બૅન કરવાની માગ ઊઠી હતી. તમિલનાડુમાં ફિલ્મ બૅન કરવામાં આવી હતી. શરૂઆતમાં ફિલ્મનું નામ ‘જાફના’ રખાયું હતું. તે શ્રીલંકાના એક શહેરનું નામ છે. તેના પર શ્રીલંકાની સરકારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ફિલ્મનું નામ બદલીને ‘મદ્રાસ કેફે’ રાખવામાં આવ્યું અને ફિલ્મ હિટ સાબિત થઈ.

    2014માં રિલીઝ થયેલી કોમેડી ડ્રામા ફિલ્મ ‘ટોટલ સિયાપા’માં યામી ગૌતમ અને અલી ઝફર લીડ રોલમાં હતા. ફિલ્મનું નામ લીડ કેરેક્ટરનાં નામ અમન અને આશા પરથી રાખવામાં આવ્યું હતું, પરંતુ આ નામને પહેલાં જ પાકિસ્તાનના જાગરણ ગ્રુપ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ઉપયોગ કરાયું છે. કોપીરાઈટથી બચવા માટે રિલીઝ પહેલાં જ ફિલ્મનું નામ ‘ટોટલ સિયાપા’ રાખવામાં આવ્યું.

    દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પર બનેલી ફિલ્મ હસીના પારકર વર્ષ 2017માં રિલીઝ થઈ હતી, જેમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મનું નામ પહેલાં ધ ક્વીન ઓફ મુંબઈઃ હસીના રાખવામાં આવ્યું હતું. શ્રદ્ધાનો દમદાર લુક રિલીઝ થતાં જ આ ફિલ્મ ચર્ચામાં આવી ગઈ હતીય પંરતુ મુંબઈ ઉપરાંત દેશના તમામ લોકો સુધી પહોંચવા ફિલ્મના નામથી મુંબઈનું નામ કાઢી નાખીને સીધું હસીના પારકર કરી દેવામાં આવ્યું.

    ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાં જ લવરાત્રીનું નામ ઘણું વિવાદાસ્પદ બની ગયું હતું. ધાર્મિક ભાવનાઓ દુભાવવાના આરોપમાં સલમાન ખાન સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારબાદ આ ફિલ્મનું નામ બદલીને લવરાત્રીથી લવયાત્રી કરી દેવામાં આવ્યું.

    ​​​​​​​રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર અને સંજય લીલા ભણસાલી ડિરેક્ટેડ આ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નામ પહેલાં રામલીલા રાખવામાં આવ્યું હતું, જેની પર બહુ વિવાદ થયો હતો. વિવાદ વધ્યા બાદ તેનું નામ રામલીલા કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસ પહેલાં જ આ ફિલ્મનું નામ ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા કરી નાખવામાં આવ્યું. આ ફિલ્મ સુપરડુપર હિટ સાબિત થઈ હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138