સ્પેસ ટેક ઇન્ડસ્ટ્રીઝમાં 74% FDIના પ્રસ્તાવની વિચારણા

  • Published By :
  • Published Date : 2022-09-14 16:20:14
  • Views : 203
  • Modified Date : 2022-09-14 16:20:14

મહિનાની શરૂઆતમાં, હૈદરાબાદ સ્થિત સ્પેસ ટેક સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે સિંગાપોર-મુખ્યમથક જીઆઈસીની આગેવાની હેઠળના સિરીઝ-બી ફાઇનાન્સિંગ રાઉન્ડમાં 5.1 કરોડ ડોલર લગભગ રૂ. 403 કરોડ એકત્ર કર્યા હતા.સુત્રોએ જણાવ્યુ કે, "આ પ્રસ્તાવિત 74 ટકા વિચારણા સંરક્ષણ ક્ષેત્ર માટેના સીધા વિદેશી રોકાણને  અનુરૂપ હશે જેને 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવ્યું હતું." ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ), જે તાજેતરમાં સરકાર દ્વારા ખાનગી ખેલાડીઓની સ્પેસ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, તેણે આ પોલિસી અત્યારે વિચારણા હેઠળ હોવાથી આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો ભારતનો સ્પેસ ટેક ઉદ્યોગ વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માંગે છે તો તેણે ગ્લોબલ કેપિટલ સુધી પહોંચવાની જરૂર છે.

Download Our B K News Today App



Related News