કોંગ્રેસ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કાઢશે : ચાર ઝોનમાં પાંચ સ્થળેથી શરૂઆત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-29 19:59:20
  • Views : 211
  • Modified Date : 2022-10-29 19:59:20

     મિશન 2022માં 125 બેઠકના લક્ષ્યાંક સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરવાની છે. કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનસંપર્ક અને પ્રજા સુધી વાત પહોંચાડવા માટે 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધી નિર્વાણ દિવસે પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે. ચાર ઝોનમાં અલગ અલગ પાંચ સ્થળેથી આ યાત્રા કાઢવામાં આવશે.કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રામાં ગુજરાતની 182 વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન ગુજરાતના 4.5 કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક કરવામાં આવશે. સમગ્ર યાત્રામાં 145 જાહેર સભા, 35 સ્વાગત પોઇન્ટ, 95 રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાપક જનસંપર્ક માટેની પરિવર્તન સંકલ્પ યાત્રા કુલ 5432 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. તેમાં કોંગ્રેસના દસ લાખથી વધુ કાર્યકરો જોડાશે અને 11 વચનોનો યાત્રા દરમિયાન વ્યાપક પ્રચાર કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News