સોનિયાની ઘણા નારાજ નેતાઓ સાથે વાતચીત શરૂ; એક સપ્તાહ ચાલશે બેઠકોનો સિલસિલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 12:04:38
  • Views : 350
  • Modified Date : 2020-12-19 12:04:38

    કોંગ્રેસમાં ઉથલ પાથલ ક્યારે ખતમ થશે, તેનો જવાબ હાલ પાર્ટીમાં કોઈની પાસે નથી. સોનિયા ગાંધીએ શનિવારે પાર્ટીના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરવાનો સિલસિલો શરૂ કર્યો છે. એક સપ્તાહ સુધી બેઠકો ચાલશે. જેમાં પાર્ટી નેતાઓની ફરિયાદ, આગામી ચૂંટણીની રણનીતિ અને પાર્ટી અધ્યક્ષ અંગે ચર્ચા થશે. ખેડૂત આંદોલન દરમિયાન બોલાવવામાં આવેલી આ બેઠકમાં હાલની સ્થિતિ દરમિયાનની રણનીતિ બનાવવા આવશે, જેમાં કોંગ્રેસના એવા નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે જેમણે ચાર મહિના પહેલા સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને પાર્ટી નેતૃત્વ અંગે સવાલ કર્યા હતા.સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર મીટિંગ માટે કોંગ્રેસના સીનિયર નેતા પહોંચ્યાં છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૃથ્વીરાજ ચ્વહાણ, પી ચિંદમ્બરમ, ભૂપિંદર સિંહ હુડ્ડા, અંબિકા સોની, મનીષ તિવારી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કમલનાથ વગેરે સામેલ છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બેઠક માટે પહોંચ્યા છે.


Download Our B K News Today App



Related News