કોંગ્રેસને લાગ્યો મોટો ઝાટકો, આ દિગ્ગજ નેતાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 08:01:14
  • Views : 584
  • Modified Date : 2019-04-19 08:01:14

પાર્ટીમાં ગુંડાઓને મહત્ત્વ મળવાનો આરોપ લગાવનાર પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમમએ ગુરુવારે રાત્રે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું આપી દીધું છે. શુક્રવારે સવારે તેણે પોતાના ટ્વિટર પ્રોફાઈલમાંથી ‘કોંગ્રેસ પ્રવક્તા’ હટાવી દીધું છે. આ પહેલા તેમણે પોતાની પ્રોફાઈલમાં રાષ્ટ્રીય પ્રવક્તા કોંગ્રેસ લખ્યું હતું, જે શુક્રવારે જોવા મળ્યું નહીં.બે દિવસ પહેલાં જ પ્રિયંકા ચતુર્વેદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં ગુંડાઓને મહત્ત્વ મળી રહ્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, પાર્ટીમાં એવા ગુંડાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે જે મહિલાઓની સાથે ખરાબ વર્તન કરે છે. પ્રિયંકાએ લખ્યું કે જે લોકો મહેનત કરી પોતાનું સ્થાન બનાવી રહ્યા છે, તેને બદલે ગુંડાઓને મહત્વ મળી રહ્યું છે. પાર્ટી માટે મેં ગાળો અને પથ્થરો ખાધા છે, પરંતુ તેમ છતાંય પાર્ટીના નેતાઓએ જ મને ધમકીઓ આપી. પાર્ટી પ્રવક્તાએ લખ્યું કે જે લોકો ધમકીઓ આપી રહ્યા હતા, તે બચી ગયા છે. તેમનું કોઈ કડક કાર્યવાહીથી બચી જવું દુર્ભાગ્યપૂર્ણ છે.

Download Our B K News Today App



Related News