કોંગ્રેસ છોડી શકે છે જસવંતસિંહનો પુત્ર માનવેન્દ્ર, ભાજપમાં પણ રસ્તો સરળ નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 15:02:23
  • Views : 503
  • Modified Date : 2020-12-14 15:02:23

    ભાજપના સંસ્થાપક સભ્યના પુત્ર અને એક મજબૂત નેતા રહેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંતસિંહ જસોલના પુત્ર માનવેન્દ્ર સિંહનો કોંગ્રેસથી મોહભંગ થયેલો નજરે પડી રહ્યો છે. પાર્ટીમાં સતત અવગણના થવાને કારણે માનવેન્દ્ર ફરી એક વખત પોતાની જૂની પાર્ટી ભાજપમાં સામેલ શકે છે. ભાજપમાં તેમનું સન્માન સાથે જોડાવાની ચર્ચાઓ તેજ બની રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ ઘણા દિવસોથી વસુંધરા રાજેના વિરોધી નેતાઓને પાર્ટીમાં વાપસી કરીને પાર્ટીનો આધાર મજબૂત કારવાનો પ્રયાસ કરી રહ્યું છે.જો કે, માનવેન્દ્રએ આ બાબતમાં મૌન રહ્યા છે. જેમના નજીકના લોકોનું કહેવું છે કે થોડા દિવસોમાં જ બધુ સ્પષ્ટ થઈ જશે. માનવેન્દ્ર વસુંધરા રાજેના કટ્ટર વિરોધી માનવમાં આવે છે. ગત વિધાનસભાની ચૂંટણી પણ તેઓ વસુંધરા રાજેની સામે લડ્યા હતા.

    ગત વિધાનસભાની ચૂંટણી (2018)ની પહેલા માનવેન્દ્રએ પોતાના સમર્થકો સાથે મોટું સંમેલન કરતા એવું કહેતા ભાજપ છોડ્યું હતું કે- કમળનું ફૂલ અમારી ભૂલ. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ પાસે ત્રણ ટિકિટ માંગી હતી, પણ પાર્ટીએ તેમના પત્ની સહિત કોઈ સમર્થકને ટિકિટ આપી ન હતી, ઉપરાંત તેમણે વસુંધરા રાજેની સામે બલીનો બકરો બનાવીને ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા હતા.માનવેન્દ્ર કોંગ્રેસમાં રહીને મારવાડમાં જાટ આધારિત રાજનીતિમાં પોતાને સુરક્ષિત અનુભવ કરી શકતા ન હતા. બાડમેરના સ્થાનિક નેતાઓ તેમની સામે વિરોધમાં ઉભા હતા. સ્થાનિક નેતાઓના વિરોધને કારણે તેમની પત્ની ચિત્રાને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મળી શકી ન હતી.

    અહીથી જ માનવેન્દ્રમાં મનમાં કોંગ્રેસ વિરુદ્ધનો આક્રોશ શરૂ થયો હતો. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ પાર્ટી માનવેન્દ્રનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યું ન હતુ. હાલ માં જ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણી બાબતે પણ તેમને કશું પણ પુછવામાં આવ્યું ન હતું. ત્યારબાદ કોંગ્રેસમાં એકલા થઈ ગયેલા માનવેન્દ્રની સામે અન્ય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.જસવંતસિંહે રાજપૂત સમાજ પર ભારે પ્રભાવ રહ્યો છે. હજી પણ સમાજનાં લોકો માનવેન્દ્ર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે. એક વખત સાંસદ અને એક વખત ધારાસભ્ય બનેલા માનવેન્દ્રની બાડમેર અને જેસલમેર સહિત જોધપુર અને જલોર વિસ્તારમાં સારી પકડ છે. ભાજપને તેનો કોંગ્રેસ છોડવાનો સીધો ફાયદો થશે.

    માનવેન્દ્ર ભાજપમાં સન્માન સાથેની વાપસી કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ આ રસ્તો પણ એટલો સરળ નથી. ભાજપ માટે બાડમેર-જેસલમેર કે પછી જોધપુરની રાજનીતીમાં માનવેન્દ્રએ સમાવેશ કરવો એટલો સરળ રહ્યો નથી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જોધપુરમાં રાજપૂત નેતા તરીકે પોતાનો પગ જમાવી ચૂક્યા છે. જ્યારે, બાડમેર-જેસલમેરના સાંસદ રહી ચૂકેલા માનવેન્દ્રના સ્થાન પરકેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ કબજો મેળવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ભાજપમાં સ્થાનિક સ્તરે પણ માનવેન્દ્રએ વિરોધનો સામનો કરવો પડી શકે છેતેમના માટે પોતાનું પૂર્વ શિવ વિધાનસભા વિસ્તાર ઉપરાંત અન્ય વિકલ્પ પણ સીમિત રહી ગયા છે. જ્યારે, ભાજપમાં મુખ્યમંત્રી બનવાની રેસમાં સામેલ શેખાવત નથી ઈચ્છે કે વધુ એક અસરકારક રાજપૂત નેતા પાર્ટીમાં પોતાનો પગ જમાવે. એવામાં જાણવા જેવુ તે રહેશે કે ભાજપ તેમણે કેટલું સન્માન આપશે.

    બંને પરિવારોની વચ્ચેની ખેંચતાણ દરમિયાન 2014ની લોકસભાની ચૂંટણીના ભગ દિવસો પહેલા જ જસવંતે જાહેરાત કરી દીધી હતી કે આ તેમની છેલ્લી ચૂંટણી હશે. એવામાં તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર બાડમેર- જેસલમેરથી ચૂંટણી લડશે. ચૂંટણીનાં એક દિવસ પહેલા વસુંધરાએ પાંસા ફેંક્યા અને જસવંતની બાજી પલટી દીધી હતી. કોંગ્રેસનાં સાંસદ કર્નલ સોનારામ ચૌધરીને વસુંધરા ભાજપમાં લઈને આવી અને હાઇકમાન્ડ પાસે જીદ કરીને ટિકિટ અપાવી હતી. જસવંત ખાલી હાથે રહી ગયા હતા. તેમણે આ બાબતને પીઠ પાછળ છરી મારવા સમાન ગણાવી હતી. આ સાથે જ તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. દેશના સૌથી ચર્ચાયુક્ત ચૂંટણીમાની એક આ સંસદીય વિસ્તારથી જસવંતે હારનો સામનો કરવો પડ્યો હતો. તેના થોડા જ મહિના બાદ જસવંત ઉપરાંત બંને પરિવારો વચ્ચેના સંબંધો પણ ખતમ થઈ ગયા.







Download Our B K News Today App



Related News