કોંગ્રેસને વધુ એક ઝાટકો, આ કદાવર નેતાએ કોંગ્રેસ છોડી ભાજપ મા શામિલ

  • Published By :
  • Published Date : 2019-04-21 11:43:25
  • Views : 525
  • Modified Date : 2019-04-21 11:43:25

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.એસ.કૃષ્ણા કુમાર એ કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો છે. તેમણે ભાજપના નેતા શહનવાજ હુસૈન અને અનિલ બલૂનીની હાજરીમાં ભાજપ જોઇન કરી લીધું છે.કુમારે કહ્યું કે એક વિકાસાત્મક કાર્યકર્તા તરીકે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાનની ઊંડાઇ અને રાજકીય ઇચ્છા શક્તિના વખાણ કરું છું. મેં મારા જીવનના બાકી વર્ષો નરેન્દ્ર મોદીના સૈનિક તરીકે સમર્પિત કરવાનો નિર્ણય કર્યો છે.  મને લાગે છે કે પીએમ મોદીએ પાંચ વર્ષ માટે નહીં પરંતુ દસ વર્ષ માટે લોકોએ જનાદેશ આપ્યો છે. જેથી કરીને તેઓ ભારતને વિશ્વમાં ટોપ પર લઇ જાય.1963 બેચના આઇએએસ અધિકારી કુમારે કહ્યું કે તેઓ યુપીએના ચેયરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વની વિરૂદ્ધ હતા.કુમારે સાથે જ કહ્યું કે હું ત્રણ વખત કોંગ્રેસ સાંસદ રહ્યો છું પરંતુ યુપીએના સમયમાં હું સોનિયા ગાંધીના નેતૃત્વમાં અને હવે હું મારા દીકરાના નેતૃત્વની વિરૂદ્ધ છું. હું રાજીવ ગાંધીની ઘણી નજીક હતો. પરંતુ મને લાગે છે કે તેમના પછી દેશભકત વડાપ્રધાને આ દેશને ચલાવો જોઇએ. કુમારે સાથો સાથ આરોપ મૂકયો છે કે યુપીએ ચેરપર્સનની પાસે ભારતીય વારસા અંગે કોઇ માહિતી નથી અને ના તો તેમને દેશના પ્રત્યે કોઇ પ્રેમ છે. હું હાંસિયા પર હતો કારણ કે હું તેમની આસપાસના લોકોનો હિસ્સો નહોતો જેના પર ભ્રષ્ટાચારના આરોપો મૂકાયા છે. જ્યારે નરસિંહા રાવજીનો અહમદ પટેલ અને સોનિયા ગાંધીના ષડયંત્રના લીધે સમ્માનજનક અંતિમ સંસ્કાર કર્યો નહીં તો હું દુ:ખી હતું.’ કુમારની કેરળની કોલ્લમ લોકસભા સીટથી ત્રણ વખત કોંગ્રેસ સાંસદ રહ્યા છે.

Download Our B K News Today App



Related News