હરિયાણાના 4 જિલ્લામાં શિમલાથી વધુ ઠંડી, રાજસ્થાનના માઉન્ટ આબૂમાં પારો માઇનસમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 13:07:02
  • Views : 389
  • Modified Date : 2020-12-15 13:07:02

    ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના કારણે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં ગત સપ્તાહે બે વખત હિમ વર્ષા થઈ છે. વાદળ હટવાના કારણે અહીયાં પારો ત્રણથી ચાર ડિગ્રી નીચે આવી ગયો છે. ઊંચાઈવાળા વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોએ મેદાની રાજ્યો પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ઠંડીમાં વધારો કર્યો છે.ડિસેમ્બર પહેલા બે સપ્તાહમાં પંજાબ અને હરિયાણામાં મહત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહે છે, પણ આ વખતે તાપમાન 15 થી 16 ડિગ્રી વચ્ચે છે. ક્યાંક-ક્યાંક આ સમાન્યથી 7-8 ડિગ્રી સુધી પણ ઘટ્યું છે.


    રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબૂમાં રાતનો પારો ચાર ડિગ્રી ઘટીને આ સિઝનમાં પહેલી વખત માઈનસમા પહોંચી ગયો છે. અહીયાં રાત્રે પારો 0.4 ડિગ્રી નોંધાયો હતો. ગત વર્ષે અહીંયા 13 દિવસ બાદ એટલે કે 27 ડિસેમ્બરે પારો માઈનસમાં પહોંચ્યો હતો. પીલાનીમાં પારો 6.4, ચૂરુમાં 7.7, ગંગાનગરમાં 8.9 ડિગ્રી નોંધાયો હતો. રાજસ્થાનમાં 10 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે.હરિયાણાના અનેક વિસ્તારોમાં સવારથી જ ધુમ્મસ છવાયું હતું. કુરુક્ષેત્ર, પાનીપત, કરનાલ, અંબાલામાં પણ દિવસનું તાપમાન હિમાચલના શિમલા કરતા ઓછું રહ્યું હતુ. શિમલામાં મહત્તમ તાપમાન 14.9 ડિગ્રી રહ્યું, પણ કુરુક્ષેત્રમાં 14 ડિગ્રી, પાનીપતમાં 14.2, કરનાલમાં 14.6 અને અંબાલામાં 14.7 ડિગ્રી નોંધાયું હતુ.મહારાષ્ટ્રમાં બનેલા ચક્રવાતની અસર છત્તીસગઢ સુધી દેખાય છે. પાટનગર રાયપુરમાં હળવા ઝાપટા પડ્યા હતા. જો કે, તેનાથી ગરમીથી રાહત મળી ન હતી. સોમવારે અહીં વાદળછાયું વાતાવરણ રહેવા છતાં મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી રહ્યું હતુ. તે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ રહ્યું. રાત્રિનું તાપમાન 19 ડિગ્રી રહ્યું હતુ, જે સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે હતુ.

    મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સતત ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભોપાલથી લઈને બૈરાગઢમાં સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ત્રણ કલાકમાં ચાર મીમી. વરસાદ નોંધાયો હતો. સવારે 11:30 વાગ્યા સુધી વિઝિબિલિટી 800 મીટર હતી. સાંજ થતાં વિઝિબિલિટી ઘટીને 600 મીટર સુધી રહી હતી. દિવસ અને રાતના તાપમાનમાં ફક્ત 1.7 ડિગ્રીની અંતર રહ્યું.

    પટના સહિત બિહારના તમામ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. આવતીકાલે 16 ડિસેમ્બરે પટના, ગયા સહિત રાજ્યમાં 21 સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. આ દરમિયાન વિઝિબિલિટી 100 થી 400 મીટર સુધી રહેવાનો અંદાજ છે. ઉત્તર ભારત તરફથી આવતા બર્ફીલા પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધવાની સંભાવના છે.




Download Our B K News Today App



Related News