‘Code Name Tiranga’ ટીઝર થયું રિલીઝ

  • Published By :
  • Published Date : 2022-09-23 15:44:24
  • Views : 344
  • Modified Date : 2022-09-23 15:44:24

પરિણીતી ચોપરાની અપકમિંગ ફિલ્મ ‘કોડ નેમ તિરંગા’નું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝરમાં એક્ટ્રેસનો આટલો દમદાર અવતાર તેના ફેન્સે ભાગ્યે જ જોયો હશે. ટીઝર વીડિયોમાં પરિણીતી સિવાય સિંગર એક્ટર હાર્ડી સંધુ પણ ચાર્મિંગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેના ચહેરા પરની કિલર સ્માઈલે લોકોના દિલ જીતી લીધા છે. હાથમાં બંદૂક અને દુશ્મનો પર ગોળીઓ વરસાવતી પરિણીતિ ચોપરા પરથી નજર હટાવી શકતી નથી. વીડિયોમાં તે ઈન્ટેન્સ લુક સાથે ઘાયલ અવસ્થામાં જોવા મળી રહી છે.પરિણીતી ચોપરા ઘણા સમયથી બોલિવૂડથી દૂર રહી હતી. ત્યારબાદ હવે ફરી એકવાર પરિણીતી ચોપરા ઈન્ડસ્ટ્રીમાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે. સિનેમામાં થોડા સમયની આ ગેપ બાદ પરિણીતિની જોરદાર સ્ટાઈલ જોવા મળશે. તે પોતાના ફેન્સ માટે એક જબરજસ્ત ટ્રેલર સાથે પરત ફરી છે. બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા હાલમાં તેની અપકમિંગ ફિલ્મ કોડ નેમ તિરંગાને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138