CM મમતા બેનરજીએ પાર્થ ચેટરજીને મંત્રી પદેથી હટાવ્યા, કૌભાંડમાં ધરપકડ બાદ કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 16:52:33
  • Views : 241
  • Modified Date : 2022-07-28 16:52:33

CM મમતા બેનરજીએ પાર્થ ચેટરજીને મંત્રી પદેથી હટાવ્યા, કૌભાંડમાં ધરપકડ બાદ કાર્યવાહી

બંગાળ સ્કૂલ ભરતીમાં ઈડી દ્વારા ધરપકડ થયેલા મંત્રી પાર્થ ચેટરજીની સામે મમતા સરકારે એક મોટી કાર્યવાહી કરી છે.  મમતા સરકારે પાર્થ ચેટરજીને મંત્રી પદેથી હટાવવાની જાહેરાત કરી છે. 

પાર્થ ચેટરજીને ઉદ્યોગ પ્રધાનની સાથે સાથે તમામ હોદ્દા પરથી હટાવાયા 
બંગાળના મુખ્ય સચિવ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, પાર્થ ચેટર્જીને ઉદ્યોગ પ્રધાનના પદની સાથે સાથે બાકીના પદો પરથી પણ દૂર કરવામાં આવ્યા છે. તેમને સૂચના અને પ્રસારણ વિભાગ, સંસદીય બાબતોના વિભાગ વગેરેમાંથી પણ પાણીચૂ પકડાવી દેવામાં આવ્યું છે. શિક્ષક ભરતી કૌભાંડમાં ઈડી દ્વારા ધરપકડ થયા બાદ તેમની સામે આવી કાર્યવાહી કરવામાં આવશે તેવું મનાતું હતું જે સાચુ પડ્યું છે. 

સીએમ મમતા બેનરજી વિભાગો સંભાળશે 
અત્યાર સુધી પાર્થ ચેટરજીની પાસે જે પણ વિભાગોનો હવાલો હતો તે તમામ વિભાગો હવે સીએમ મમતા બેનરજી સંભાળશે. 

 

શિક્ષક ભરતી કૌભાંડમાં ઈડીએ પાર્થ ચેટરજીની ધરપકડ કરેલી છે 
ઉલ્લેખનીય છે કે શિક્ષક ભરતી કૌભાંડ મામલે ઈડી દ્વારા પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી છે. અર્પિતા મુખર્જી પકડાયા બાદ પાર્થની ધરપકડ કરવામાં આવી હતી. અર્પિતાના ઘરે પાડવામાં આવેલા દરોડામાં લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.

 

પાર્થ ચેટરજીની સાથી અર્પિતા મુખરજીના ઘેરથી બે વાર 20 કરોડની રકમ મળી 
બુધવારે અર્પિતાના બીજા ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેને લગભગ 20કરોડ રૂપિયાની રોકડ પણ મળી હતી. સાથે ત્યાંથી અનેક કિલોગ્રામ સોનું પણ મળી આવ્યું હતું. ઈડીનું માનવું છે કે પૈસા છે જે શિક્ષક ભરતી કૌભાંડમાં લાંચ તરીકે લેવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News