ક્રિસ ગેલને આશા છે કે, રોહિત શર્મા ભારતની T20 વર્લ્ડ કપની તૈયારીમાં મહત્વની ભૂમિકા ભજવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-26 16:51:31
  • Views : 80
  • Modified Date : 2023-11-26 16:51:31

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટ લિજેન્ડ ક્રિસ ગેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપની ભારતની તૈયારીઓમાં મુખ્ય ભૂમિકા ભજવશે.યુનિવર્સ બોસના નામથી જાણીતો ક્રિસ ગેલે કહ્યું કે. રોહિત શર્મા અને વિરાટ કોહલીનું હાલમાં વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન હતુ.ક્રિસ ગેલને આશા છે કે, રોહિત શર્મા ભારતની T20 વર્લ્ડ કપની તૈયારીમાં મહત્વની ભૂમિકા ભજવશે.ગેલે એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, એ લોકોએ પોતાને નિર્ણય લેવો જોઈએ. જો તે રમવા ઈચ્છે છે તેણે દેશ માટે સારું કામ કર્યું છે. તે પોતાના નિર્ણયોનો ખુબ હકદાર છે. રોહિત શર્માએ તાજેતરમાં જ તમામ ફોર્મેટમાં ગેલના સૌથી વધુ છગ્ગાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો, તેની બેટિંગની આક્રમક સ્ટાઈલ માટે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજની પ્રશંસા મેળવી હતી.ગેલે રોહિતને અભિનંદન આપતાં કહ્યું,મને તેની આક્રમક બેટિંગ ગમે છે. હું ઈચ્છું છું કે બેટ્સમેન બોલરોને હંફાવી દે અને રોહિત શર્મા તેમાંથી એક છે જે આવું કરે છે. યુનિવર્સ બોસએ ODI વર્લ્ડ કપ દરમિયાન સચિન તેંડુલકરના સૌથી વધુ ODI સદીના રેકોર્ડને તોડવા બદલ વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી હતી.ખુદ ક્રિકેટિંગ લિજેન્ડ હોવા છતાં, ગેલે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) માં ભાગ લેવા અંગે તેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું કે ક્રિકેટ તેનું જીવન છે અને આવી લીગનો ભાગ બનવું એ એક અદ્ભુત અનુભવ છે.

Download Our B K News Today App



Related News