કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસે કેન્સર પેશન્ટને ડોનેટ કરવા માટે વાળ કપાવ્યા, મિત્રની ભત્રીજીઓથી પ્રેરણા મળી તો 8 વર્ષ સુધી વાળ વધાર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 13:36:12
  • Views : 359
  • Modified Date : 2020-12-24 13:36:12

    સના ખાનના એક્સ બોયફ્રેન્ડ અને કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસે કેન્સર પેશન્ટની વિગ માટે તેના લાંબા વાળ ડોનેટ કરી દીધા છે. મેલ્વિને અઠવાડિયા પહેલાં આ વિશે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું. વાળ કપાવતા પહેલાં તેણે 8 વર્ષ સુધી તેને વધાર્યા. આ માટે તેણે કોઈપણ મેડિકલ ટ્રીટમેન્ટ ન લીધી.

    હેર કટિંગના ફોટો શેર કરીને મેલ્વિને એક ઈમોશનલ નોટ પણ લખી છે. આ આખી ઘટનામાં તેની પ્રેરણા મિત્રની ભત્રીજીઓ રહી જેણે કેન્સર પેશન્ટ્સ માટે હેર ડોનેશન કર્યું હતું.પોતાની 8 વર્ષ વાળ વધારવાની તપસ્યા વિશે મેલ્વિને લખ્યું, 'મેં કેન્સર પેશન્ટને ડોનેટ કરવા માટે વાળ વધારવાના શરૂ કર્યા હતા અને આખરે આ દિવસ આવી જ ગયો. વર્ષો પહેલાં મારા વાળ ખભા સુધીના લાંબા હતા. ત્યારે મને લાગ્યું કે હેર ડોનેશન એક કેન્સર પેશન્ટની વિગ માટે કામ આવી શકે છે. ઘણીવાર તમે તમારા વાળને ડોનેટ નથી કરી શકતા જો તમે કેમિકલ ટ્રીટમેન્ટ લઇ ચૂક્યા હોય અથવા પછી કલર કરાવ્યો હોય. મેં ધીરજ રાખી રાહ જોઈ અને મેં ક્યારેય તેની સાથે પ્રયોગ કર્યા નહીં.

    જે કેન્સર સામે લડી રહ્યા છે, તેમને બ્રહ્માંડના માધ્યમથી સાહસ, પ્રેમ, પ્રાર્થના અને સકારાત્મકતા મોકલી રહ્યો છું. સાથે જ એ લોકોને પણ સલામ જેમણે હંમેશાં સોશિયલ કોઝમાં મદદ કરી અને આ દુનિયાને બેટર બનાવી છે. તમારા બધાનો આભાર જે મને મારુ બેસ્ટ આપવા માટે પ્રેરિત કરો છો.'

    મેલ્વિન તે સમયે ચર્ચામાં રહ્યો જ્યારે સના ખાને તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે બંને લગ્ન કરવાના હતા. તેમનો પરિવાર એકબીજાને મળી ચૂક્યો હતો અને બધું અરેન્જ થઇ ગયું હતું. મેલ્વિન અને સના એપ્રિલ 2019 સુધી સાથે હતા. ત્યારબાદ સનાને તેના સ્વભાવમાં ફેરફાર લાગ્યો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધવા લાગી અને બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138