કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ 100 કિલો વજન ઘટાડ્યું, કપિલ શર્માએ મજાક કરતા કહ્યું- તમે તો બે વ્યક્તિને ગુમ કરી દીધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 12:58:38
  • Views : 486
  • Modified Date : 2020-12-17 12:58:38

    ધ કપિલ શર્મા શો'ના અપકમિંગ એપિસોડમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, ટેરેંસ લુઈસ તથા ગીતા કપૂર ખાસ મહેમાન હશે. આ એપિસોડને લગતો એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ગણેશ આચાર્યએ ખુલાસો કર્યો છે કે તેણે આશરે 100 કિલો વજન ઘટાડ્યો છે. આ અંગે કપિલ શર્મા તેની મજાક કરતા કહે છે કે આનો અર્થ તો એવો થાય છે કે તમે 2 વ્યક્તિને ગુમ કરી દીધી. કેટલાક વર્ષ અગાઉ ગણેશનો વજન લગભગ 200 કિલો થઈ ગયો હતો. ત્યારબાદ તેમણે બોડી ફિટનેશ પર કામ શરૂ કરી દીધુ અને અત્યાર સુધીમાં વજનમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો કર્યો છે.આ એપિસોડના પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે ગણેશનો ટ્રાંસફોર્મેશન લુકને જોઈ કપિલને ભારે આશ્ચર્ય થયુ છે. ત્યારબાદ કપિલ તેને પ્રશ્ન કરે છે કે 'માસ્ટર જી, તમે કેટલો વજન ઘટાડ્યો છે? ગણેશ જવાબ આપે છે 98 કિલો. આ અંગે કપિલ મજાકમાં કહે છે કે નાના-નાના શહેરોમાં 46-46 કિલોના વ્યક્તિઓ હોય છે. આનો અર્થ એવો થયો કે તમે 2 વ્યક્તિને ગુમ કરી દીધી. ત્યારબાદ સૌ હસવા લાગ્યા. આ સંપૂર્ણ એપિસોડ આ સપ્તાહના અંતે પ્રસારીત કરવામાં આવશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશ ટૂંક સમયમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'દેહાતી ડિસ્કો'માં લીડ રોડ પ્લે કરતા જોવા મળશે. ગણેશે તાજેતરમાં જ એક મુલાકાતમાં ફિલ્મ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ એક બિલકુલ અલગ પ્રકારની ફિલ્મ છે. મારા કોમિક રોલથી બિલકુલ અલગ. ફિલ્મમાં મારો ગંભીર પ્રકારની ભૂમિકા છે. તેમા એક્શન અને ડાંસ પણ છે. હું એક પિતાની ભૂમિકા ભજવી રહ્યો છું, જેનો એક 10 વર્ષનો દિકરો છે. તે એક ડાંસ ફિલ્મ છે, જે હિન્દુસ્તાની આર્ટ ફોર્મ પર આધારિત છે. જ્યારથી હું ફિલ્મોને ડાયરેક્ટ કરી રહ્યો છું તે તમામ અનુભવને હું મારી ભૂમિકામાં ઉપયોગ કરી રહ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશે તાજેતરમાં જ 'બેલ બોટમ', 'લક્ષ્મી', કુલી નંબર 1', 'ભુજ' અને તૂફાન જેવા નવા પ્રોજેક્ટ પર કમ કરે છે.

    વર્ષ 2017માં આપવામાં આવેલ એક મુલાકાતમાં ગણેશે પોતાના વજન ઘટાડવાની યાત્રા અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ મેરા માટે ખૂબ જ મુશ્કેલ હતા. હું દોઢ વર્ષથી મારી બોડી પર કામ કરી રહ્યો છું. હું વર્ષ 2015માં મારી ફિલ્મ 'હે બ્રો' માટે 30થી 40 કિલો વજન વધાર્યો હતો. ત્યારે મારું વજન આશરે 200 કિલો થઈ ગયુ હતું. હવે હું વજન ઘટાડી રહ્યો છું. મે અત્યાર સુધી આશરે 85 કિલો વજન ઓછા કરી લીધો છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139