આજથી શરૂ થશે ચારધામ યાત્રા કેદરનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 12:27:19
  • Views : 575
  • Modified Date : 2019-05-07 12:27:19

ચારધામ યાત્રા-2019 મંગળવાર(7 મે, 2019)ના અખાત્રીજના પાવન દિવસથી શરૂ થઈ રહી છે. શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચાર તીર્થ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની સફળ યાત્રાની કામના કરી છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, ઉત્તરાખંડ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની વિવિધ સુવિધાઓની સાથે જ તેમની સુરક્ષાની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ગંગોત્રી અને યમુનોત્રી તીર્થસ્થળોને મંગળવારે ફરીથી ખોલવામાં આવી રહ્યા છે. કેદારનાથ અને બદ્રીનાથ તીર્થધામ ક્રમશઃ 9 મે અને 10 મેના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલશે. 

Download Our B K News Today App



Related News